
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા : સાકરીયા હનુમાનજી મંદિરમાં ટેકનોલોજીનો અનોખો ઉપયોગ, 10 રૂપિયાનો સિક્કો નાખતા જ દાદાના ચરણોમાં ચઢશે તેલ
મોડાસાના પ્રસિદ્ધ સાકરીયા હનુમાનજી મંદિરમાં ભક્તિ સાથે હવે ટેકનોલોજીનું અનોખું સંયોજન જોવા મળી રહ્યું છે. મંદિરમાં દાદાને તેલ ચઢાવવાની પરંપરાને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા આધુનિક સેન્સર આધારિત સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે

આ નવી વ્યવસ્થામાં ભક્તો માત્ર 10 રૂપિયાનો સિક્કો મશીનમાં નાખશે, અને તેલ સીધું હનુમાનજી દાદાના ચરણોમાં અર્પણ થશે. મંદિરમાં તૈયાર કરાયેલી આ સિસ્ટમ ભક્તોને સરળતા સાથે પૂજા કરવાની સુવિધા પૂરી પાડે છે.આગામી દિવસોમાં મંદિરમાં ભવ્ય ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંદિરનો જીર્ણોધાર, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે લાખો ભક્તો ઉમટવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.ટેકનોલોજી અને શ્રદ્ધાનો આ સંગમ ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, અને નવી વ્યવસ્થાને લઈ ભક્તોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.





