MULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા રામપરા ચોબારી અને દિગસર ગામની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીની દફતર તપાસણી કરવામાં આવી હતી

તા.21/04/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા ચોટીલા તાલુકાના રામપરા (ચોબારી) અને મૂળી તાલુકાના દિગસર ગામની મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રીની દફતર તપાસણી કરી સમાન્ય દફતર તપાસણી અને એપેન્ડિક્સ A ફોર્મ ભરવામાં આવેલ તેમજ ત્યાંના લોકોના પ્રશ્નો જેવાકે પીવાના પાણી અંગે, દબાણ અંગે, પાણી ચોરી અંગે તેમજ દિગસર તળાવ ની પાળ તોડી ભૂંગળા નાખવામાં આવેલ છે તે અંગે અનેક ખેડૂતોને નુકશાન થાય છે તે અંગેના પ્રશ્નોને સાંભળી તે પ્રશ્નો ૫રત્વે સંબંઘિત અઘિકારીઓ, કર્મચારીઓને તપાસ કરી રીપોર્ટ કરવા સુચના આ૫વામાં આવી હતી સાથે સાથે ગામના ખેડુતોને મળી પ્રાકૃતિક ખેતી કરવાની શું શું ફાયદાઓ થાય છે તે ખેતી કેવી રીતે કરવી જોઇએ અને તેનાથી કયા કયા ગંભીર રોગોથી બચી શકાય છે તે અંગે વિગતવાર માહિતગાર કરી વઘુને વઘુ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે તે અંગે ખેડુતોને સમજુત કરવામાં આવ્યા તેમજ શિક્ષણનું મહત્વ સમજાવી ગામનો કોઇ બાળક શિક્ષણથી વંચીત ન રહે તે અંગે વાલીઓને સમજુત કર્યા.ગામની દફતર તપાસણી દરમ્યાન મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી ૧.ગામ નમુના નંબર ૧ : ખેતીવારી પત્રક
૨.ગામ નમુના નંબર ૮(ક) : શિક્ષણ ઉ૫કર
૩.ગામ નમુના નંબર ૯ : રોજમેળ તથા ૫હોંચનું ૫ત્રક ૪.ગામ નમુના નંબર ૧૦ : ચલણ
૫.ગામ નમુના નંબર ૧૪ : જન્મ – મરણ રજીસ્ટર
૬.ગામ નમુના નંબર ૧૪(ડ) : ઢોરોનું રજીસ્ટર
૭.ગામ નમુના નંબર ૧૭ : આવક – જાવક રજીસ્ટર
૮.ગામ નમુના નંબર ૧૮ : સરકયુલર ફાઇલ આમ, ગામની જમીન, ગામની વસ્તી, ઢોર, પિયતના પાણીના સાઘનો તથા અવાર નવાર થતા રોગચાળા,૫હોચબુક, ગામના નકશા અંગે વિગેરે માહિતી રાખવામાં આવે છે કે કેમ ? તેમજ તલાટી ક્રમ મંત્રી ગામે નિયમિત જાય છે કે કેમ ? ડાયરી નિયમિત લખે છે કે કેમ? પંચાયતની સઘળી મિલકતની દેખરેખ રાખવામાં આવે છે કે કેમ ? વિગેરે મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!