Rajkot: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૬ રાજકોટ મહાનગરપાલિકાના વધુ ૬ વોર્ડ માટે ઈ.વી.એમ. કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ

તા.૨૦/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ૨૬ એપ્રિલના રોજ થનાર છે. જે અંતર્ગત ઈ.વી.એમ. તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વોર્ડ નં. ૧, ૨, ૩, ૧૬, ૧૭ અને ૧૮ માટે ઈ.વી.એમ. કમિશનિંગની પ્રક્રિયા આજરોજ પૂર્ણ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ સવારે ૮ કલાકથી પાંધી લો કોલેજ, રાજકોટ ખાતે વોર્ડ નં.૧, ૨ અને ૩નું કમિશનિંગ અને શહેરના રણછોડદાસ કોમ્યુનિટી હોલ ખાતે વોર્ડ નંબર ૧૬, ૧૭ અને ૧૮ના ઈ.વી.એમ.નું કમિશનિંગ કરાયું હતું.
આ પ્રક્રિયા અંતર્ગત વોર્ડ નં. ૧માં સમાવિષ્ટ ૬૬ મતદાન મથકો માટે ૮૦ બેલેટ યુનિટ અને ૮૦ કંટ્રોલ યુનિટ, વોર્ડ ૨(બે)માં ૪૭ મતદાન મથકો માટે ૬૦ બેલેટ યુનિટ અને ૬૦ કંટ્રોલ યુનિટ તથા વોર્ડ ૩માં ૭૬ મતદાન મથકો માટે ૧૦૦ બેલેટ યુનિટ અને ૧૦૦ કંટ્રોલ યુનિટનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વોર્ડ ૧૬માં ૪૪ મતદાન મથકો માટે ૬૦ બેલેટ યુનિટ અને ૬૦ કંટ્રોલ યુનિટ, વોર્ડ ૧૭માં ૫૨ મતદાન મથકો માટે ૭૦ બેલેટ યુનિટ અને ૭૦ કંટ્રોલ યુનિટ અને વોર્ડ ૧૮માં ૬૭ મતદાન મથકો માટે ૮૦ બેલેટ યુનિટ અને ૮૦ કંટ્રોલ યુનિટનું કમિશનિંગ પૂર્ણ થયું હતું.
આ પ્રક્રિયાના ભાગરૂપે ઉમેદવારો અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી વોર્ડ પ્રમાણે કમિશનિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ તમામ ઈ.વી.એમ. ફરી સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા હતા.



