ARAVALLIMODASA

શામળાજી – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શામળાજી ખાતે ગુજરાત-રાજસ્થાન પોલીસની બોર્ડર મીટીંગ યોજાઈ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ શામળાજી ખાતે ગુજરાત-રાજસ્થાન પોલીસની બોર્ડર મીટીંગ યોજાઈ

અરવલ્લી જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શામળાજી ખાતે ગુજરાત અને રાજસ્થાન પોલીસ દ્વારા સંયુક્ત બોર્ડર મીટીંગ યોજાઈ હતી. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે આ મીટીંગ મહત્વપૂર્ણ રહી હતી.આ મીટીંગ અરવલ્લી એસ.પી મનોહરસિંહ જાડેજા તથા ડુંગરપુર એસ.પી મનીષ કુમારની આગેવાની હેઠળ યોજાઈ હતી, જેમાં બંને રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ચૂંટણીના માહોલમાં ખાસ કરીને નશીલા પદાર્થો રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ ન કરે તે માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. રાજસ્થાનથી ગુજરાતમાં આવતા તમામ માર્ગો પર પોલીસ ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે. જેમાં શામળાજીની અણમોલ ચેકપોસ્ટ, બોબી માતા, જગાબોર, રામેડા, ઉન્ડવા, ઇસરી અને ભિલોડાના ટોરડા સહિતના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકાયો છે.આ ઉપરાંત રાજસ્થાન પોલીસ દ્વારા પણ હાઈવે પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. બંને રાજ્યોના પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.આ મીટીંગમાં ડી.વાય.એસ.પી જે.ડી. વાધેલા, આર.ડી. ડાભી, એલ.સી.બી પી.આઈ એમ.એચ. ઝાલા, એલ.આઈ.બી પી.આઈ એન.એ. ચૌધરી, શામળાજી પી.આઈ એસ.એસ. માલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહેલ અને ચૌધરી સહિત અરવલ્લી જિલ્લાના અનેક પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!