
તા.૨૩.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limdi:ગોવિંદ ગુરૂ લીમડી તાલુકામાં “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત 152 લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવાયા
ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલવા ઠાકોર ના (મલવાસી)ખાતે આજ રોજ “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત પોર્ટેબ
લ એક્સ-રેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ અભિયાન દરમિયાન વિવિધ કેટેગરીના કુલ 152 લાભાર્થીઓના પોર્ટેબલ એક્સ-રે લેવામાં આવ્યા હતા.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓની ઊંચાઈ, વજન, એચ.આઈ.વી. તપાસ, રક્તમાં શુગર તપાસ સહિતની જરૂરી આરોગ્ય તપાસો પણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.ટી. એલ.એસ. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલવા ઠાકોર ના તમામ સ્ટાફની સક્રિય હાજરી અને સહકાર નોંધપાત્ર રહ્યો.આ ઝુંબેશ દ્વારા સમયસર તપાસ અને સારવારથી ક્ષયરોગ (ટીબી)ના કેસોની ઓળખ કરી, ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.“જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન…”





