KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકા શૈક્ષિક મહાસંઘની તાલુકા ની સમય મર્યાદા પૂર્ણ થતાં નવીન કારોબારી ની રચના કરવામાં આવી.

 

તારીખ ૨૪/૦૪/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા ની તાલુકા કારોબારી અને સાધારણ સભા બેઠક યોજાઈ હતી.જેમાં ૭૦ થી વધારે શિક્ષક ભાઈ બહેનો જોડાયા સાથે કાલોલ તાલુકામાં તાલુકા કારોબારી ના ત્રણ વર્ષ પૂર્ણ થતા કાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની નવીન કારોબારી ની રચના કરવામાં આવી જેમાં પંચમહાલ જીલ્લા શૈક્ષિક મહાસંઘ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા.તેમાં નવીન અધ્યક્ષ તરીકે ઠાકોર રવિન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સગનપુરા પ્રાથમિક શાળ વણકર રમણીકભાઈ મહામંત્રી કાલંત્રા પ્રાથમિક શાળા તેમજ ખાંટ શંકરભાઈ ધીરાભાઈ સહ સંગઠન મંત્રી હરખાપુરા પ્રાથમિક શાળા અને ચૌહાણ કિરણભાઈ કોષાધ્યક્ષ બચકા પ્રાથમિક શાળા તરીકે ની જવાબદારી મળવા બદલ તેમજ ટીમ માં વિવિધ જવાબદારીઓ માટે નવીન કારોબારી ની પણ રચના કરવામાં આવી. જે ત્રણ વર્ષ માટે શિક્ષકો ના પ્રશ્નો તેમજ શાળાકીય મુદ્દાઓ માટે તેમજ રકનાત્મક કાર્યો માટેની યોગ્ય કક્ષાએ રજૂઆત કરી ને વિવિધ પ્રકારના પ્રશ્નો ના નિરાકરણ માટે નો પ્રયાસ કરશે.

કાલોલ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની ટીમ ને અભિનંદન સમગ્ર ટીમ ને જિલ્લા ના હોદ્દેદારો એ શુભેચ્છાઓ પાઠવી જવાબદારી સોંપી તેમજ સમગ્ર બેઠક નું સંચાલન પૂર્વ મહામંત્રી રમેશભાઈ તેમજ હાલના રાજ્ય પ્રતિનિધી વિનોદકુમાર અમીન દ્વારા કરવામાં આવ્યું.સદર કાર્યક્રમ માં જિલ્લા ઉપાધ્યક્ષ જનકસિંહ રાઠોડ દ્વારા સંઘઠન ને વધુ મજબૂત બને તે માટે નું માર્ગદર્શન અપાયું.કાર્યક્રમ ના અંતે અજીતસિંહ તેમજ ભલાભાઈ દ્વારા શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ ની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!