
વિજાપુરમાં ભાજપનો અનોખો પ્રચાર: યુવકે આંખે પટ્ટી બાંધી વિશ્વાસનો સંદેશ આપ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની ગોવિંદપુરા ઓજી બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ પક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન એક યુવક દ્વારા કરવામાં આવેલ અનોખા પ્રચારને લોકોમાં ખાસ ચર્ચા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, હેપી હિંગુ નામના યુવકે આંખે પટ્ટી બાંધીને બાઈક રેલીમાં જોડાઈ ભાજપ પ્રત્યે વિશ્વાસનો સંદેશ આપ્યો હતો. રેલી દરમિયાન યુવકે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિકાસ કાર્યો અને ગરીબ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓને ધ્યાનમાં રાખીને લોકો આંખ બંધ કરીને પણ વિશ્વાસ મૂકી શકે છે.
ઉલ્લેખનીય છે કે હેપી હિંગુ ગાંધીનગરની કોલેજમાં પૂર્વ જનરલ સેક્રેટરી (GS) તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. હાલની ચૂંટણીમાં તેમણે પોતાના આ અનોખા અંદાજથી પ્રચાર કરીને મતદારોનું ધ્યાન ખેંચ્યું છે.
આ અનોખા પ્રચારને લઈને સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને સોશિયલ મીડિયામાં પણ આ ઘટનાની ચર્ચા ચાલી રહી છે. ભાજપના કાર્યકરોમાં આ પ્રકારની નવીન રીતના પ્રચારથી ઉત્સાહ વધ્યો હોવાનું પણ જોવા મળ્યું છે.




