Rajkot: રાજકોટ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયા

તા.૨૩/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. ઓમ પ્રકાશે આજે પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા તથા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ માટે મતદાન અને મતગણતરી પ્રક્રિયાના સુચારુ આયોજનના ભાગરૂપે વિવિધ તાલુકામાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિવિસિંગ તથા કાઉન્ટિંગ સેન્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે. પ્રત્યેક કેન્દ્ર પરથી ઈવીએમની ફાળવણી, પરત સ્વીકારવાની પ્રક્રિયા અને મતગણતરી હાથ ધરવામાં આવશે.
રાજકોટ તાલુકામાં ત્રણેય કામગીરી સરકારી પોલીટેકનીક કોલેજ ભાવનગર રોડ, આજી ડોમ ચોકડી પાસે થશે. કોટડા સાંગાણી તાલુકામાં ઈ.વી.એમ. ડિસ્પેચિંગ તથા રિસિવિંગ માટે ઠાકોરશ્રી મુળવાજી વિનયન કોલેજ સેન્ટર નક્કી કરાયું. પરંતુ તેની મત ગણતરી કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. લોધીકા તાલુકા માટે ડિસ્પિંગ તથા રિસિવિંગની કામગીરી શ્રી એચ.પી. ખીમાણી વિદ્યાલય ખાતેતથી તથા મત ગણતરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ પડધરી ખાતે થશે. પડધરી તાલુકામાં ત્રણેય કામગીરી કવીશ્રી દાદ સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ ખાતે થશે. ગોંડલ તાલુકામાં ત્રણેય કામગીરી માટે સેન્ટમેરી સ્કુલ (ગુંદાળા રોડ) સેન્ટર નક્કી કરાયું છે. જેતપુર તાલુકા માટે સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલ (નવાગઢ) ખાતે કેન્દ્ર કાર્યરત રહેશે. ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાની ચૂંટણી પ્રક્રિયા માટે ડિસ્પેચિંગ, રિસિવિંગ તથા મત ગણતરીની કામગીરી નવી ભગવતસિંહજી હાઇસ્કુલ (સ્ટેશન રોડ, ધોરાજી) ખાતે થશે. ઉપલેટા માટે ટાવરવાળી તાલુકા શાળા નક્કી કરાઈ છે. તો જસદણ માટે મોડેલ સ્કૂલ-જસદણ અને વિંછીયા તાલુકા માટે તાલુકા સેવા સદન-વિંછીયા ખાતે સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે મહારાજા ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને ડિસ્પેચિંગ, રિસીવિંગ અને કાઉન્ટિંગ સેન્ટર તરીકે જાહેર કરવામાં આવી છે.




