RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકોમાંથી ૩૪ ભાજપ, એક પર કોંગ્રેસ અને એક પર આપના ઉમેદવાર વિજેતા

તા.૨૮/૪/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના આજે પરિણામ જાહેર થયા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૬ બેઠકોમાંથી ૩૪ પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.૧૬-કોલકીની બેઠક પર ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ૨૧-મોવિયાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.

ભાજપના વિજેતા ઉમેદવારોની વિગતો મુજબ આણંદપર બેઠક પરથી શ્રી જસ્મીનભાઈ પીપળીયા ૧૦,૩૫૧ મતો મેળવ્યા છે. આટકોટમાં શ્રી નિલેશભાઈ હીરપરાએ ૬૦૩૩ મત, બેડીમાં શ્રી સુમિતાબેન ચાવડાએ ૮૦૦૪ મત, બેડલામાં શ્રી જયાબેન ગોવાણીએ પરરર મત, ભાડલામાં શ્રી રમીલાબેન મેરે ૭૮ર૩ મત, ભડલીમાં શ્રી અમરશીભાઈ ચૌહાણે ૧૦,૦૫૫ મત અને બોરડી-સમઢીયાળા બેઠક પર શ્રી અમિતકુમાર ગોહેલે ૬૮૩૪ મતો મેળવ્યા છે. ચરખડી બેઠક પર શ્રી જલ્પાબેન મકવાણાએ ૮૧પર મત, દડવીમાં શ્રી કુંદનબા માવલે ૮૬૧૯ મત, દેરડીમાં શ્રી જયશ્રીબેન ચોવટીયા ૮૮૦૭ મત, ડુમીયાણીમાં શ્રી ભારતીબેન હંબલે ૬૬ર૩ મત અને જામકંડોરણા બેઠક પર શ્રી પુષ્પાબેન રાદડીયા ૧૨,૪૮૫ મતોની સાથે વિજેતા બન્યા છે.

આ ઉપરાંત, કમળાપુર બેઠક પર શ્રી કંચનબેન રાજપરા ૬૦૭૨ મત, કસ્તુરબાધામમાં શ્રી શ્રદ્ધાબેન મકવાણાએ ૯૯૨૭ મત, કોલીથડમાં શ્રી સામતભાઈ બાંભવા ૧૧,૬૧૯ મત સાથે વિજેતા થયા છે. કોટડાસાંગાણી બેઠક પર શ્રી અર્જુનભાઈ ખાટરીયા ૧૦,૯૪૮ મત, કુવાડવામાં શ્રી સંજયભાઈ પીપળીયા ૮૮૩૪ મત અને લોધિકા બેઠક પર શ્રી દિલીપભાઈ સરવૈયા ૭૦૬૭ મતો સાથે વિજેતા થયા છે. મોટીમારડ બેઠક પર શ્રી અંજુબેન મુછડીયાએ ૭૫૪૧ મતો મેળવ્યા છે.

પડધરીમાં શ્રી રાધિકાબા જાડેજાએ ૯૫૮૬ મત, પાનેલી મોટીમાં શ્રી સોનલબેન વાધરીયા ૬૭૭૩ મત, પારડીમાં શ્રી અલ્પાગૌરીબેન તોગડીયા ૭૬૮૫ મત, પેઢલામાં શ્રી નરસીભાઈ સોજીત્રા ૯૭૩૦ મત, પીપરડીમાં શ્રી સવિતાબેન વાસાણી ૮૫૦૪ મત અને સાણથલી બેઠક પર શ્રી હરેશભાઈ કચ્છી ૬૭૭૯ મત મેળવી વિજેતા થયા છે. સરપદડ બેઠક પર શ્રી જગદીશભાઈ પરમારે ૧૦,૭૭૬ મતો મેળવ્યા છે.

જ્યારે સરધાર બેઠક પર શ્રી વિલાસબેન ઢાંકેચાએ ૮૮૭૫ મત, શિવરાજગઢમાં શ્રી લાલજીભાઈ તળાવીયાએ ૮૯૮૮ મત, શિવરાજપુરમાં શ્રી દેવેન્દ્રભાઈ ઝાપડીયાએ ૭૪૩૨ મત, સુપેડીમાં શ્રી પારુલબેન કણસાગરાએ ૭૬૭૨ મત, થાણાગાલોળમાં શ્રી સરોજબેન ઉધાડે ૬૧૪૭ મત, વેરાવળમાં શ્રી ધર્મેન્દ્રભાઈ ટીલાળાએ ૯૫૭૭ મત, વિંછીયામાં શ્રી લીલાબેન રાજપરાએ ૮૮૪૫ મત અને વિરપુર બેઠક પર શ્રી દિપકભાઈ ગાજીપરાએ ૭૬૫૯ મતો મેળવ્યા છે.

૧૬-કોલકીની બેઠક પરથી કોંગ્રેસમાંથી શ્રી અરુણાબેન ભાષા ૬૩૬૧ મતો સાથે ૨૧-મોવીયા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી આરતીબેન જેતાણીએ ૭૫૬૫ મતો સાથે વિજેતા બન્યા છે.

Back to top button
error: Content is protected !!