બોડેલીમાં કોમી એકતાના પ્રતિક હજરત ગૈબનશા દાદા (ર.અ.)નો બે દિવસીય ઉર્સ મુબારક યોજાશે: વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


બોડેલી પંથકમાં કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક સમાન હજરત ગૈબનશા દાદા (ર.અ.) ના વાર્ષિક ઉર્સ મુબારકની ભવ્ય ઉજવણી આગામી મે માસની શરૂઆતમાં કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આગામી તા. ૧-૫-૨૦૨૬, શુક્રવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે સંદલ શરીફનું ભવ્ય જુલુસ મના બાપુના નિવાસસ્થાનેથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરી દાદાના આસ્થાને પહોંચશે, જ્યાં પરંપરાગત રીતે સંદલ ચઢાવવાની વિધિ સંપન્ન થશઆ ઉત્સવના બીજા દિવસે એટલે કે તા. ૨-૫-૨૦૨૬, શનિવારના રોજ રાત્રે ૧૦:૦૦ કલાકે એક ભવ્ય કવ્વાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ ફનકાર અને જાણીતા કવ્વાલ ફરદીન અલી વારસી પોતાની શાનદાર પ્રસ્તુતિ આપશે. જેમાં ‘ઓઢું ચુનરિયા ખ્વાજા તેરે નામ કી’ ફેમ અને ઔરંગાબાદના મશહૂર ફનકારા ઈરમ ચિશ્તી સુફિયાણી કલામ રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે દરગાહ કમિટી અને ખાદીમ ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે, તેમજ કમિટી દ્વારા તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરોને આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતાના દર્શન કરાવવા અને દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રિપોર્ટર તોસીફ ખત્રી





