NANDODNARMADA

નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી કુલ ૦૬ ફરિયાદોની સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ દરમિયાન આંગણવાડી કાર્યકર ભરતી, ઉતાવળી ચોકડીથી ગેગડીયા સુધીના જર્જરીત માર્ગની તાત્કાલિક મરામત, ગુજરાત બાયોડાઈવર્સિટી બોર્ડ દ્વારા સમગ્ર ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિ આચરવા બાબત, જમીન વેચાણ દસ્તાવેજ તેમજ બિન અધિકૃત દબાણ દૂર કરવા સંબંધિત મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપતા ફરિયાદોનું સુખદ અને સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચના આપી કે નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી ઝડપી અને અસરકારક કાર્યવાહી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!