BHARUCHBHARUCH CITY / TALUKO

મુન્શી મહિલા બી.એડ્. કૉલેજમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઉજવણી બાબત

સમીર પટેલ, ભરૂચ

 

મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ્. કૉલેજ, ભરુચમાં તારીખ – 30 એપ્રિલ, 2026ને ગુરુવારના રોજ દ્રિતીય વર્ષના પ્રશિક્ષણાર્થી માટે વાર્ષિકોત્સવ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જે પૈકી વાર્ષિક કાર્યક્રમમાં શ્રી જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજના આચાર્યશ્રી ડૉ. એન. બી. પટેલ સાહેબ, કૉલેજ ઓફ એજ્યુકેશન ખરોડના ઇ.ચા. આચાર્યશ્રી ડૉ. આઈ. કે. અન્સારી સાહેબ, જે.એમ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજના આચાર્યશ્રી ડૉ. આઇ. ભાણા સાહેબ, ઇકરા સાયન્સ કૉલેજના આચાર્યશ્રી ડૉ. કેતન ગાંધી સાહેબ, કરમાડ હાઇસ્કુલ કરમાડના શિક્ષકશ્રી પટેલ યુ. એમ. સાહેબ, યુવક મંડળ મનુબર હાઇસ્કુલના આચાર્યશ્રી પટેલ ઝાકીર સાહેબ, અંજુમન હાઇસ્કુલ ભરૂચના આચાર્યશ્રી યાસ્મીન જેટ મેડમ, અંજુમન હાઇસ્કુલ કંથારીયાના આચાર્યશ્રી પટેલ રફીક સાહેબ, વી.સી.ટી હાઇસ્કુલના આચાર્યશ્રી રફીયા મેમ, અલીફ ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કુલના આચાર્યશ્રી પટેલ સાજીદ સાહેબ, મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પટેલ યુનુસ સાહેબ અને પટેલ નિષાદ સાહેબ, વી.સી.ટીના CEO નુસરત મેડમ, મુન્શી ટ્રસ્ટના એજ્યુકેશન કો-ઓર્ડીનેટર મીર આબીદ સાહેબ તેમજ કૉલેજના તમામ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ પૈકી પ્રથમ વર્ષની પ્રશિક્ષણાર્થી દ્વારા વિવિધ કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રોફેસર ડૉ. આઈ. કે. અન્સારી સાહેબ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને શિક્ષક તરીકે શાળામાં નિભાવવામાં આવતી જવાબદારી વિશેની માહિતી આપવામાં આવી હતી તેમજ તેઓ જવાબદારી સંપૂર્ણપણે સારી રીતે નિભાવશે તેવા આશિષ વચન આપવામાં આવ્યા હતા, ડૉ. એન. બી. પટેલ સાહેબ દ્વારા પ્રશિક્ષણાર્થીઓને તેઓના ઉજ્જવળ ભવિષ્ય અંગેના આશિષ વચન આપવામાં આવ્યા હતા તેમજ ટ્રસ્ટીશ્રી તેમજ અન્ય મહેમાનશ્રી દ્વારા પ્રશિક્ષણાર્થીઓને ભવિષ્યમાં સરકારી નોકરી મળે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે શૈક્ષણિક વર્ષ : 2025-26માં ઉજવવામાં આવેલ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમતગમત દિવસમાં પ્રાપ્ત કરનાર નંબર પ્રશિક્ષણાર્થીઓ તેમજ માઇક્રોટીચીંગમાં આંતરકૉલેજમાં દ્રિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર પ્રશિક્ષણાર્થીનું સર્ટિફિકેટ તેમજ મેડલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનું આયોજન મુન્શી મહિલા બી.એડ્. કૉલેજના કન્વીનરશ્રી મન્સુરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!