KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના અલાલી ગામે ઓટલા પરથી ડીજેનું ટ્રેક્ટર ખસેડવા કહેતા હુમલો,બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ.

 

તારીખ ૦૧/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અલાલી ગામે રહેતા વિક્રમભાઈ દલપતભાઈ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરીયાદની વિગત જોતા તેઓ મંગળવારે સાંજે પોતાના ઘરે આવ્યા હતા ત્યારે તેઓના ઘરના ઓટલા ઉપર તેમના કૌટુંબિક ભત્રીજા અક્ષય કુમાર મહેન્દ્રસિંહ ચૌહાણનુ ડીજે વાળુ ટ્રેક્ટર મુકેલું હતુ જેથી ટ્રેક્ટર સાઈડમાં લેવલ કહેવા જતા ઉશ્કેરાઈને તમે મારા દુશ્મન છો તેમ કહી ટ્રેક્ટર ખસેડી લીધું હતું ત્યારબાદ ફરિયાદીના વાડામાં આવી પાછળથી પકડી પાડી માથાના વાળ પકડી ગડદા પાટુનો માર માર્યો અને ત્યારબાદ લોખંડની નરાશ લઈ આવી ડાબા હાથમાં મારી દીધી હતી બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જેથી અક્ષય કુમાર દોડીને પોતાના ઘરે જતો રહ્યો હતો અને ત્યારબાદ ફરિયાદીના ભાઈ નરેશભાઈના ઘરે જઈ ઝઘડો કર્યો હતો અને નરેશભાઈને ગાળો બોલી ધર્મવીર ઉર્ફે ચેમાભાઈ શનાભાઇ પરમાર તથા જયાબેન સુનિલભાઈ ચૌહાણ અને જીગુબેન અક્ષયકુમાર ચૌહાણ ભેગા મળીને વિક્રમ અને અક્ષય ના ઝગડામાં વચ્ચે કેમ પડ્યા તેવું કહી ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નરેશભાઈ ને ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા જે બાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!