KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર પાસે ત્રિપલ અકસ્માત, ઈકો ચાલકે બ્રેક મારતા પાછળથી ટેન્કર ઘૂસ્યું, આગળના ટેન્કર સાથે ટકરાઈ કાર.

 

તારીખ ૦૨/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

વેજલપુર નજીક ગોધરા-વડોદરા હાઇવે પર ગ્રાન્ડ એકતા હોટલ સામે ગુરુવારે સાંજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. બ્રેક મારવાને કારણે ઈકો કાર બે ટેન્કર વચ્ચે કારમાં સવાર પરિવારના તમામ સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, પરંતુ સદનસીબે તમામનો આબાદ બચાવ થયો હતો.

લુણાવાડાના સોનેસેરીયા મઠ ખાતે રહેતા મનીષગીરી મંગળગીરી ગોસાઈ દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ ની વિગત જોતા ગુરુવારે તેઓ પોતાના પરિવાર સાથે પોતાની સાસુની દવા સારવાર કરવા ઈકો કાર લઈને વડોદરા ગયા હતા અને વડોદરા થી પરત વતનમાં જઈ રહ્યા હતા ત્યારે વેજલપુર પાસે ગોધરા વડોદરા હાઇવે ઉપર ગ્રાંડ એકતા હોટલની સામે હાઇવે ઉપર ભારે અવર-જવરને કારણે આગળ ચાલતા ટેન્કર ચાલકે પોતાના વાહનને બ્રેક મારતા મનીષગીરીએ પણ ઇકો કારને બ્રેક કરવા પ્રયત્ન કરેલ ત્યારે પાછળથી ટેન્કર નંબર MH 48Y 4643 ના ચાલકે મારુતિ ને ટક્કર મારતા આગળ ચાલતા ટેન્કર સાથે મારુતિ ઇકો અથડાઈ ગઈ હતી અને ઇકો કારમાં સવાર તમામને નાની મોટી ઇજાઓ થઈ હતી અને તમામ નો બચાવ થયો હતો.અકસ્માતને પગલે સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બધાને ઈકો માંથી બહાર કાઢ્યા હતા અને 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દવા સરકાર માટે મોકલવામાં આવ્યા હતા. તમામ બાબતે ફરિયાદીએ વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત કરનાર ટેન્કર ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

 

Back to top button
error: Content is protected !!