
નર્મદા : જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિસ્તારોમાં હેલ્મેટ ડ્રાઈવ અંતર્ગત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
રાજપીપળા : જુનેદ ખત્રી
ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા અને ટ્રાફિકના નિયમોનો કડક પાલન કરાવવા માટે નર્મદા પોલીસ વિભાગ દ્વારા એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઇવર શરૂ કરવામાં આવી છે તારીખ 1 મે થી 31 મે સુધી ચાલનારી આજ ઝુંબેશ અંતર્ગત દ્વિ ચકરી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય બનાવવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત એ છે વાહન ચાલકની સાથે પાછળ બેસતાં વ્યક્તિએ પાડે હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. રાજ્યમાં થતા અકસ્માતોમાં મોટું પ્રમાણ ટુવિલર વાહન ચાલકોનું હોય છે જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં માથામાં ગંભીર ઈજા થવાને કારણે મોત નીપજતા હોય છે આ બાબતને ગંભીતાથી લઈને સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

જેના ભાગરૂપે આજે નર્મદા જિલ્લામાં પણ પોલીસ વિભાગ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે નર્મદા જિલ્લા પોલીસ વડા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ ટ્રાફિક શાખાના PSI એસ. એસ. મિશ્રા અને સ્ટાફના માણસો સાથે કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આવતા જતા તમામ વાહન ચાલકોનું ચેકિંગ કરવામાં આવ્યું અને હેલ્મેટ વિના મોટરસાયકલ ચલાવનાર ચાલકો પાસે દંડની કાર્યવાહી કરી ટ્રાફિક નિયમોના કડક પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી સાથે જ ફોરવીલ ગાડીમાં કાળી ફ્રેમ સાથે નીકળતા વાહન ચાલકોની ગાડીની કારી ફિલ્મ પણ દૂર કરી ને પ્રજજનો ને ટ્રાફિક ના નિયમો નું પાલન કરવા સમજણ આપવામાં આવી




