જામનગર કોર્પોરેશન સંચાલીત નગર પ્રાથમીક શિક્ષણ સમીતીની શાળાની વધુ એક વિદ્યાર્થીની ઝળકી

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં શાળા નં. 18 ની 7 વિધાર્થીનીઓ રાજ્ય મેરીટમાં આવી
——————
દેવાંશી પાગડા જામનગર શહેરમાં પ્રથમ
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર (ગુજરાત) દ્વારા લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2026 (CGMS) માં શાળા નં. 18 ન.પ્રા.શિ.સ., જામનગરના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

આ પરીક્ષામાં શાળાની કુલ 7 વિદ્યાર્થીનીઓ રાજ્ય મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહી છે અને કુલ 21 વિધાર્થીઓ પાસ થયેલ જેમાં દેવાંશી દીપકભાઈ પાગડા – 98 ગુણ સાથે જામનગર શહેરમાં પ્રથમ ક્રમ, નેહલ બારોટ – 72, ક્રીંન્સીબા ચાવડા – 62, ક્રિષાબા ચાવડા – 61, નિયતિ પરેશા – 61, અંજલી પટેલ – 61, શ્રુતિ પાડલિયા – 60 ગુણ મેળવી રાજ્ય મેરીટમા આવ્યા જે જે શાળા અને શહેર માટે ગર્વની વાત છે.આ સિદ્ધિ પાછળ શાળાના માર્ગદર્શક શિક્ષકો મોતીબેન કારેથા અને સંદીપભાઈ રાઠોડનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે સમગ્ર વર્ષ દરમિયાન શાળા સમય બાદ નિઃશુલ્ક માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રેરણા અને દિશા આપી હતી.શાળાના મુખ્ય શિક્ષક દીપકભાઈ પાગડાએ તમામ વિજેતા વિદ્યાર્થીનીઓ, તેમના વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
આ સફળતા શાળાની ગુણવત્તાસભર શિક્ષણ અને સંકલ્પનો ઉત્તમ દાખલો છે.
_____________
ભરત જી.ભોગાયતા
પત્રકાર
8758659878






