GUJARAT

સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશન દ્વારા નિઃ શુલ્ક કુંડા અને પક્ષીઘરનું વિતરણ

તા.04/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે આકરી ગરમી અને પાણીની અછત વચ્ચે અબોલ પશુ-પક્ષીઓ માટે સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે શહેરના અલંકાર ટોકીઝ રોડ ખાતે સવારે ૯:૩૦ કલાકે અબોલ જીવો માટે પાણીના કુંડા, પક્ષીઘર અને કીડિયારુંના નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાના વરદહસ્તે ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ થી વધુ પાણીના કુંડા, ૫૦ થી વધુ કીડિયારુંની બોટલ અને ૫૦ થી વધુ પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી ગરમીની ઋતુમાં પક્ષીઓ અને અન્ય જીવોને પાણી તેમજ આશ્રય મળી રહે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેન્દ્રનગર કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કેયુરભાઈ કોઠારી, મંત્રી રાજુભાઈ પરીખ, ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ અને તેમની સમગ્ર કારોબારી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં એસોસિએશન દ્વારા કરાયેલા આ માનવતાવાદી પ્રયાસની સમગ્ર શહેરમાં ભારે સરાહના થઈ રહી છે.

Back to top button
error: Content is protected !!