ચામુંડા ડુંગરમાં ગેરકાયદેસર ખનન પ્રકરણમાં રૂ. 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી

તા.05/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના કાંધાસર અને સાંગાણી વચ્ચે આવેલ ચામુંડા ડુંગરોમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગત રાત્રે ૨:૦૦ વાગ્યાની આસપાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઓપરેશન દરમિયાન, કુખ્યાત ખનીજ માફિયા લાલા ભીમાભાઈ જોગરાણા ઉર્ફે લાલો રહે, નાના પાળીયાદ દ્વારા તાસનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા સાધનો રંગે હાથ ઝડપાયા હતા તંત્ર દ્વારા સ્થળ પરથી એક ડમ્પર, એક એક્સકેવેટર હિટાચી મશીન અને એક એક્સકેવેટર લઈ જવાનું કેરિયર મળીને કુલ રૂ. ૧,૫૦,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તમામ જપ્ત કરાયેલ વાહનોને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે વાહન માલિક લાલાભાઈ ભીમાભાઈ જોગરાણા સામે ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો, ૨૦૧૭ તેમજ સરકારી જમીન પર ગેરકાયદેસર ખનન કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે ચોટીલા નાયબ કલેક્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.



