AHAVADANG

લાયન્સ ક્લબ ગણદેવીના નિક્ષય મિત્ર દ્બારા ડાંગમાં ટીબીના દર્દીઓને પોષણક્ષમ અનાજની કીટ આપવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

લાયન્સ ક્લબ ગણદેવી, જિલ્લા નવસારીના “નિક્ષય મિત્ર” દ્બારા સુબીર તાલુકાના ગારખડી ખાતે જિલ્લાના કુલ-૧૫ જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ અનાજની કીટ પુરી પાડવામા આવી હતી.

આ ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુબીર ખાતે પણ આવો જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પણ ૨૦ દર્દીઓને પોષણક્ષમ કીટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ક્ષય રક્તપિત્ત નિવારણ મંડળના પ્રમુખ તથા વરિષ્ઠ પત્રકાર શ્રી પરેશભાઇ અધવર્યુએ “પ્રધાનમંત્રીશ્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત” ટીબીના દર્દીઓએ પોષણક્ષમ આહાર લેવા તથા સમાજમાંથી તમામ પ્રકારના વ્યસનો ત્યજી તંદુરસ્ત જીવન જીવવા પર ભાર મુક્યો હતો. તમામ ટીબીના દર્દીઓ વહેલા સાજા થઇ જાય તથા તેમના દીર્ધાયુ માટે અંગારકી સંકષ્ટ ચતુર્થીના પવિત્ર અવસરે આશીર્વચનો પણ પાઠવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ માટેનું સંપુર્ણ આર્થિક યોગદાન ચીખલી લાયન્સ ક્લબના પુર્વ પ્રમુખ શ્રી પ્રદિપભાઇ શાહ અને ગણદેવીના અરવિંદભાઇ શાહ દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવ્યું હતું. ગણદેવી તાલુકા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ શ્રી ધિરજલાલ પટેલ, લાયન્સ કલબના ડિસ્ટ્રીક્ટ ચેરમેન પ્રિતિબેન પ્રજાપતિ તથા દુર્વાબેન પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!