KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ કેન્દ્ર સતત બીજા વર્ષે 93.27% સાથે જિલ્લામાં અવ્વલ, MGS અને ગર્લ્સ સ્કૂલનું 95% ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરતા શાળા સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી.

 

તારીખ ૦૬/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

આજ રોજ ધોરણ દશ એસ.એસ.સી.બોર્ડની પરીક્ષા નું ઓનલાઈન પરિણામ આવ્યા ની સાથે જ વિદ્યાર્થી મા ખુશીની લહેર પ્રસરી ઊઠી છે. કાલોલ કેન્દ્ર સતત બીજા વર્ષે પંચમહાલ જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે.કાલોલ ની ધી.એમ જી એસ હાઇસ્કૂલ ખાતે કુલ વિધાર્થીઓ એ પરીક્ષા આપી – ૧૯૮ વિધાર્થીઓ જેમાં પાસ વિદ્યાર્થીઓ – ૧૮૯,નાપાસ વિદ્યાર્થીઓ – ૦૯ કુલ પરિણામ = ૯૫.૪૫% આવેલ છે. જ્યારે શ્રીમતી સી બી ગર્લ્સ હાઇસ્કૂલ કાલોલ કુલ વિધાર્થીઓ 147 એ પરીક્ષા આપી જેમાં પાસ : 140,નાપાસ : 07 કુલ પરિણામ: 95.23% જેટલું આવેલ છે. ત્યારે શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત એમજીએસ અને ગર્લ્સ હાઈસ્કૂલનું આ વર્ષે ૨૦૨૬ એસએસસી બોર્ડની પરીક્ષામાં ઝળહળતું બન્ને શાળામાં સતત બીજા વર્ષે ૯૫ ટકા પરિણામ પ્રાપ્ત કરતાં સમગ્ર શાળા સ્ટાફ સાથે શાળા સંચાલકોમાં ખુશીની લહેર પ્રસરી ઉઠી છે.પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ શહેર સ્થિત ધી એમજીએસ અને ગર્લ્સહાઇસ્કુલ ૨૦૨૬ માં એસએસસી બોર્ડમાં બન્ને શાળામાં ધોરણ દસનું ૯૫ ટકા ઝળહળતું પરિણામ આવ્યું હતું જેમાં આ વર્ષે એસએસસી બોર્ડની પરીક્ષામાં શાળાના સાત વિધાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું જેમાં દક્ષ સંતોષકુમાર રાણા ૯૮.૭૨ ટકા મેળવી શાળામાં પ્રથમ આવેલ છે જ્યારે આસ્થા જનક પરમાર ૯૭.૨૩ ટકા સાથે અને સતવંતકુમાર ગોવિંદભાઈ રાઠોડ પણ ૯૭.૨૩ ટકા સાથે બીજા નંબર પર આવ્યા છે. જ્યારે ત્રીજા નંબર પર અપેક્ષાબેન કમલેશભાઈ તડવી ૯૬.૬૬ ટકા સાથે અને પ્રિન્સકુમાર દિનેશભાઈ પ્રજાપતિ પણ ૯૬.૬૬ ટકા સાથે ત્રીજા નંબર પર આવ્યા છે.વિશ્વકુમાર વસંતભાઈ બારોટ ૯૫.૭૪ ટકા સાથે ચોથા નંબરે આવ્યા છે.જ્યારે અમિતકુમાર સુરેશકુમાર સોલંકી ૯૫.૨૬ ટકા સાથે પાંચમાં નંબર પર આવ્યા છે.સીબી ગર્લ્સ હાઇસ્કુલ ના નિકિતા સોલંકી ૯૬.૮૦ ટકા શાળામાં પ્રથમ તથા બીજા નંબર પર દેવાંશી પરમાર ૯૪.૭૮ ટકા તથા ત્રીજા ક્રમાંક પર ખુશી રાઠોડ ૯૪.૪૫ ટકા અને ચોથા નંબર પર ધ્યાના કાછીયા ૯૩.૯૫ ટકા અને પાંચમાં નંબરે માનસી ચૌહાણ ૯૩.૬૨ ટકા સાથે આવ્યા છે.બોર્ડ એક્ઝામ માં સાથે એમજીએસ અને ગર્લ્સ હાઈસ્કૂલ ની ઉચ્ચ સફળતાથી વિધાર્થીઓના પરિજનો સાથે પરિચિતો અભિનંદન ની વર્ષા કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છેકે આ વખતે પંચમહાલ જિલ્લાના તમામ સેન્ટરમાં કાલોલ સેન્ટર પ્રથમ ક્રમાંકે આવતા શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા ધી એમજીએસ અને ગર્લ્સ હાઈસ્કૂલ શાળા પરિવારમા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

Back to top button
error: Content is protected !!