ANANDANAND CITY / TALUKO

આણંદ શિક્ષણ શેત્રે ઝળક્યું આલાના હાઇસ્કુલ નું આણંદ ધોરણ 10 નું પરિણામ 91% આવ્યું

આણંદ શિક્ષણ શેત્રે ઝળક્યું આલાના હાઇસ્કુલ નું આણંદ ધોરણ 10 નું પરિણામ 91% આવ્યું.

તાહિર મેમણ – આણંદ – 06/05/2026 – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2026 માં લેવાયેલ ધોરણ 10 SSC ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાએ આ વર્ષે પણ શિક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. અલાના સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત

આલાના હાઇસ્કુલ આણંદ ધોરણ 10 નું પરિણામ 91% આવતા *વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર મહેશભાઈ વસાવાએ ઓચિંતી મુલાકાત લીધી હતી.* શાળાના સંચાલક રોશનબેન મેમણ તેમજ સેક્રેટરી અશરફભાઈ મેમણ થકી મહેશભાઈ વસાવાને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી તેમનો સન્માન કરવામાં આવ્યું હતું સાથે તૌસિફભાઈ હાફિઝી તથા સાહિલભાઈ વહોરાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મહેશભાઈ વસાવા એ શાળાના ઝળહળતા આ પરિણામ જોઈ શાળાના શિક્ષકો અને શાળાની મહેનતને વખાણી હતી તદ્ઉપરાંત મહેશભાઈ વસાવા એ શાળાના સંચાલક શ્રી રોશનબેન મેમણ ને પણ સન્માનિત કર્યા હતા અને કહ્યું હતું કે એક નારી શું કરી શકે છે તે એનો જીવતું અને જાગતું ઉદાહરણ આપણી સમક્ષ છે કહીને આજના દિવસને ઉત્સાહિત બનાવ્યો હતો. આ ઉપરાંત ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા . સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય અજીજાબેન એ કર્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર શાળા પરિવાર હાજર રહ્યો હતો..

જિલ્લાના મુખ્ય કેન્દ્રોના પરિણામો મુજબ 90% થી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રોમા ચાંગા 96.92%, રાસ 93.72%, જીણજ 92.05%, બોચાસણ 91.95%, શીલી 91.74%, ભેટાસી 91.16%, ઇન્દ્રણજ 90.98%, વાસદ 90.56%, અંકલાવ 90.03% અને સુણાવ 90.03% સાથે ઊંચું પરિણામ હાંસલ કર્યું છે.

Back to top button
error: Content is protected !!