SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

જોરવરનગર અને રતનપર વોર્ડના તમામ સફાઈ કર્મચારીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

તા.06/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મનપાના ઘન કચરા વ્યવસ્થાપન વિભાગ દ્વારા જોરવરનગર અને રતનપર વોર્ડમાં કાર્યરત તમામ સફાઈ કર્મચારીઓના આરોગ્યની સુધારણા અને તેમની તબિયતની વધુ સારી રીતે તપાસ કરવા માટે આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં શારીરિક તપાસ (જનરલ ચેક-અપ), બ્લડ પ્રેશર અને સુગરની તપાસ, હિમોગ્લોબિન તપાસ, અન્ય જરૂરી લેબોરેટરી તપાસો તથા અનુભવી ડોક્ટર્સ દ્વારા માર્ગદર્શન અને આરોગ્ય સંબંધિત સલાહ આપવામાં આવશે. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા તરફથી જોરવરનગર અને રતનપર વોર્ડના તમામ સફાઈ કર્મચારીઓને આ કેમ્પમાં ઉપસ્થિત રહીને પોતાની તબિયતની તપાસ કરાવવા હાર્દિક અપીલ કરવામાં આવે છે આ સંપૂર્ણ આરોગ્ય તપાસ કેમ્પ નિ:શુલ્ક રહેશે સફાઈ કર્મચારીઓ શહેરની સ્વચ્છતા અને આરોગ્યના મુખ્ય પાયા છે તેથી તેમના આરોગ્યની સંભાળ લેવી એ મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતા છે.

Back to top button
error: Content is protected !!