RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ભારતીય શિક્ષણ મંડળના 57મો સ્થાપના દિવસ પ્રસંગે શિક્ષાવિદ ચિંતન સંમેલન યોજાયું તથા રાજકોટ મહાનગર ભારતીય શિક્ષણ મંડળ કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી. 

તા.૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત, રાજકોટ મહાનગર દ્વારા દિનાંક 01 મે 2026ના રોજ 57મા સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં એક ગરિમામય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર “શિક્ષાવિદ ચિંતન સંમેલન” નું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં શિક્ષણના વિવિધ આયામો પર સાર્થક ચર્ચા થઈ.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન થી થયો. તે પછી ભારતીય શિક્ષણ મંડળની પરંપરા અનુસાર સુશ્રી વૈશાલીબેન દ્વારા ધ્યેય શ્લોક, ડૉ સાગર તેરૈયા દ્વારા ધ્યેય વાક્યનું વાચન કરવામાં આવ્યું.

કાર્યક્રમ માં શિક્ષાવિદો, પ્રાધ્યાપકો અને ગણમાન્ય નાગરિકોની ઉલ્લેખનીય ઉપસ્થિતિ રહી. કાર્યક્રમ દરમિયાન શ્રી રાજકુમારજી (મા. સંગઠન મંત્રી, સૌરાષ્ટ્ર પ્રાંત) એ શિક્ષણ મંડળ ની આવશ્યકતા, ધ્યેય, કાર્યપ્રણાલી ના વિષયમાં પ્રકાશ પાડ્યો. મુખ્ય અતિથિ ડૉ રાકેશ મૃદ્દ્રગલજી (મા. કુલગુરુ આત્મીય વિશ્વવિદ્યાલય, રાજકોટ) એ મૂલ્ય આધારિત શિક્ષણના વિષય પર અનેકો બિંદુ બતાવ્યા. મુખ્ય વક્તા ડૉ આશીષભાઈ શુક્લ (મા. કાર્યવાહ, રાજકોટ મહાનગર) એ “સ્વબોધ આધારિત શિક્ષણ : ઔપનિવેશિક માનસિકતા થી મુક્તિ” વિષય પર પોતાના વિચાર વ્યક્ત કરતા ભારતીય દૃષ્ટિકોણથી શિક્ષણ થી સંબંધિત અનેકો વિષયો પર ચર્ચા-સંવાદ થયો.

આ કાર્યક્રમમાં ભારતીય શિક્ષણ મંડળ રાજકોટ મહાનગરની નુતન કાર્યકારિણીની ઘોષણા પણ કરવામાં આવી. સૌરાષ્ટ્ર પ્રાંત મા, ઉપાધ્યક્ષ પ્રો રમેશ કોઠારીએ મહાનગર અધ્યક્ષનું નામ ઘોષિત કર્યું. તે પછી નવઘોષિત અધ્યક્ષ ડૉ. તુષાર પંડ્યા દ્વારા પૂર્ણ કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી.

સંરક્ષક સભ્યના રૂપ માં ડૉ. મૃણાલિનીબેન ઠાકર ને દાયિત્વ આપવામાં આવ્યું છે. મંત્રી તરીકે ડૉ. જયેશ ઢાલાણી તથા સહમંત્રી તરીકે ડૉ. ભગીરથ ભટ્ટ. મહિલા ગતિવિધિ પ્રમુખ તરીકે સુશ્રી વૈશાલી ચાવડા તથા સહ પ્રમુખ તરીકે સુશ્રી પ્રીતિબેન ગોસ્વામી. વિદ્યાલય શિક્ષણ ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. અરુંધતિ દેશાણી તથા સહપ્રમુખ તરીકે શ્રી હિતેશભાઈ ધોળકિયા. ઉચ્ચ શિક્ષણ ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. હેમેન્દ્ર ભટ્ટ તથા અનુસંધાન ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. સુનીલ પ્રજાપત. પ્રકાશન ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. પ્રીતમ જોશી. યુવા ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. પરેશ બાંભાણયા તથા સહપ્રમુખ તરીકે ડૉ. ભવદીપ ત્રિવેદી ભાષા ગતિવિધિ પ્રમુખ તરીકે ડૉ. મયુર જાની. વ્યવસ્થા કાર્યવિભાગ પ્રમુખ તરીકે ડૉ.સાગર તેરૈયા તથા સંપર્ક કાર્યવિભાગ પ્રમુખ તરીકે ડૉ. જયેશ પરમાર. કાર્યકારિણી સભ્ય તરીકે ડૉ. રીનાબેન દવેને સામેલ કરવામાં આવ્યા છે.

નવી કાર્યકારિણીના ગઠન થી સંગઠનની ગતિવિધિઓને નવી દિશા અને ગતિ મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સંગઠનના બધા પદાધિકારીઓ એ શિક્ષણ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને ભારતીય શિક્ષણ મૂલ્યોના પ્રસાર માટે સમર્પિત ભાવથી કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

Back to top button
error: Content is protected !!