RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાનું ધોરણ ૧૦નું ૮૮.૧૧ ટકા પરિણામ: ૪,૨૬૨ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ-૧ ગ્રેડ

તા.૬/૫/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લામાં કુલ ૩૪,૮૪૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, એ-૨ ગ્રેડમાં ૭,૨૯૬ અને બી-૧ ગ્રેડમાં ૭,૫૩૪ છાત્રોએ બાજી મારી

Rajkot: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાનું પરિણામ ૮૮.૧૧ ટકા નોંધાયું છે. જિલ્લામાં નોંધાયેલા કુલ ૪૦,૦૦૭ વિદ્યાર્થીઓ પૈકી ૩૯,૫૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૩૪,૮૪૭ વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે.

રાજકોટ જિલ્લાના પરિણામની વિગતવાર વિગતો જોઈએ તો, સૌથી ઉચ્ચ ગ્રેડ એ-૧માં ૪,૨૬૨ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. એ-૨ ગ્રેડમાં ૭,૨૯૬, બી-૧ ગ્રેડમાં ૭,૫૩૪ અને બી-૨ ગ્રેડમાં ૭,૧૮૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

સી-૧ ગ્રેડમાં ૫,૭૮૬, સી-૨ ગ્રેડમાં ૨,૬૨૩ અને ડી ગ્રેડમાં ૧૬૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે ઇ-૧ ગ્રેડમાં ૦૧, ઇ-૨ ગ્રેડમાં ૩,૦૨૪ અને ઈ.ક્યુ.સી. ગ્રેડમાં ૧,૬૭૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!