Rajkot: ઓસમ પર્વત ખાતે પર્વતારોહણની એડવેન્ચર તથા બેઝિક તાલીમ શિબિર માટે અરજીઓ મગાવાઈ

તા.૬/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: યુવાનોમાં સાહસિકતાના ગુણો વિકસે તેમજ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી-રાજકોટ દ્વારા ઓસમ પર્વત, પાટણવાવ, ધોરાજી (રાજકોટ) ખાતે પર્વતારોહણની એડવેન્ચર તથા બેઝિક તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવનાર છે.
આ અંતર્ગત ૮થી ૧૩ વર્ષના બાળકો માટે ૭ (સાત) દિવસની એડવેન્ચર તાલીમ શિબિર તથા ૧૪ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે ૧૦ (દસ) દિવસની બેઝિક તાલીમ શિબિર યોજાશે.
તાલીમ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક તાલીમાર્થીઓએ જરૂરી બિડાણો સાથે નિયત નમૂનામાં અરજીપત્રક સંપૂર્ણ વિગત સાથે ભરી ૧૫ મે ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, ૫/૫, બહુમાળી ભવન, રાજકોટ ખાતે ટપાલ દ્વારા અથવા રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે.
શિબિર શરૂ થવાની તારીખ અને સમય અંગે પસંદગી પામેલા તાલીમાર્થીઓને ટેલિફોનિક જાણ કરવામાં આવશે. નિયત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થનાર અરજીઓ માન્ય ગણાશે નહીં, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.




