કાલોલ મુસ્લિમ સમાજનું ગૌરવ.શહીદખાન પઠાણ એસએસસી બોર્ડ ની પરીક્ષામાં 75 % સાથે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું.

તારીખ ૦૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરની એમજીએસ હાઇસ્કૂલ ખાતે ધોરણ દસમા અભ્યાસ કરતા શહીદખાન ઝાહીદખાન પઠાણ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 75 ટકા જેટલું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવાની ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી સમસ્ત મુસ્લિમ સમાજ અને પોતાની શાળાનું નામ રોશન કરી ગૌરવ અપાવેલ છે જેને લઇને સૌ કોઈએ શહીદખાન ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવેલ છે જ્યાં શહીદખાન પઠાણ ના દ્રઢ સંકલ્પ અને મહેનતથી આ પરિણામ શક્ય બન્યું છે.ત્યારે નાના મુસ્તાકભાઇ શેખ સહિત પરિવાર માર્ગદર્શન પણ શહીદખાન પઠાણ માટે પ્રેરક બન્યું છે. આ સિદ્ધિનો શ્રેય શહિદખાન પઠાણ નાના મુસ્તાકભાઇ શેખની મહેનત અને સમર્પણને પણ જાય છે. જેઓ હાલોલ એસટી ડેપોમાં ફરજ બજાવી રિટાયર થઈ પોતે માર્ગદર્શનકર્તા તરીકે સેવા આપી આગળ વધવામાં મદદરૂપ થઈ તેમના પ્રેમ, સમર્પણ અને મહેનતથી જ શહીદખાને સફળતા પ્રાપ્ત કરી છે.








