કાલોલ નજીક પાન્ડુ ખાતે હજરત સૈયદ દાદા સદન સરમસ્તના વાર્ષીક બે દિવસીય ઉર્ષની ભક્તિભાવપૂર્વક ઉજવણી સંપન્ન.

તારીખ ૦૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નજીક આવેલ પાંડુ મેવાસ ગામે સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક સદનશાહ પીર દાદા ની દરગાહ આવેલી છે જે પરંપરાગતરીતે દરવર્ષે ઈસ્લામી ઝિલ્કદ મહિનાની મુસ્લીમ ૧૭/૧૮ તારીખે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે પાન્ડુ મેવાસ અશરફી કમેટી દ્રારા તારીખ ૦૫/૦૫/૨૦૨૬ મંગળવારના રોજ ઉર્ષના પહેલા દિવસે ઝુલુસ સંદલ સાથે ભારે ભક્તિમય વાતાવરણમાં પાન્ડુ ગામના વિવિધ રસ્તાઓ ઉપરથી પસાર થઈ દરગાહ ખાતે આવી પહોંચતા જ સંદલ-ચાદરની રસમ અદા કરી હતી અને તારીખ ૦૬/૦૫/૨૦૨૬ બુધવારના રોજ દરગાહ ખાતે પધારનાર સર્વે શ્રદ્ધાળુઓ માટે આમ ન્યાઝનું આયોજન કરાયું હતું. જ્યાં હઝરત સૈયદ દાદા સદર સરમસ્ત બાબાના દરબારમાં બે દિવસીય ઉજવાયેલા દબદબાભેર ઉર્ષની ઉજવણી અંતર્ગત કાલોલ સહિત પંચમહાલ જીલ્લા તેમજ વડોદરાના સમગ્ર જીલ્લાના દૂર-દૂરથી પધારેલા હિન્દુ-મુસ્લીમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.હઝરત સૈયદ દાદા સદર સરમસ્ત બાબાના દરબારમાં સંદલ શરીફની રસમ હઝરત સૈયદ સજરઅલીબાબા મક્કનશરીફ ઉત્તર પ્રદેશ તેમજ હઝરત સૈયદ કલંદર બાબા પાલી સેવાલીયાવાળા સાથે સુરત સ્થિત રિફાઈ સાહેબની મોટી ગાદીના ધર્મગુરુ સૈયદ ગૌષુદ્દીન હઝરત સાહેબ રીફાઇ અને હઝરત સૈયદ વજીઉદ્દીન ઉર્ફે હુસેન સાહેબ રીફાઇના હસ્તે અદા કરવામાં આવી હતી.સાથે ભારે અકિદતપૂર્વક સલાતો સલામના નજરાનાની સાથે ફૂલ ચાદર તેમજ ફાતેહા પેશ કરી સર્વે કલ્યાણ માટેની દુવા માંગવામાં આવી હતી જ્યાં બે દિવસીય ઉર્ષ ની ભક્તિભાવપૂર્વક ઉજવણી સંપન્ન થઇ હતી જ્યાં દાદા દરબારમાં કહેવાય છે કે અહીંયા રાખવામાં આવતી દરેક માનતા પૂર્ણતાના આરે પહોંચતી હોવાથી શ્રદ્રાળુઓનો મેળો વાર-તહેવારે લાગેલો રહેતો હોય છે.








