IDARSABARKANTHA

ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા ઇડરમાં મહારેલી યોજાઇ

ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા ઇડરમાં મહારેલી યોજાઇ
ઇડર શહેરમાં આજે ગૌમાતાના સન્માનર્થી વિશાળ રેલી નીકળી હતી અને ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ગૌમાતા અને રાષ્ટ્રમાતા જાહેર કરવા અનુરોધ કર્યો હતો
આજે ઇડર શહેરમાં ગૌમાતા પ્રત્યે સન્માન અને સુરક્ષાના હેતુસર ગૌમાતા સન્માન આહવાન અભિયાન અંતર્ગત આજે ઇડર શહેરમાં ગૌમાતાનો સન્માન અર્થે એક વિશાળ રેલી નીકળી હતી આજે સવારે 10:00 કલાકે ઈડર તાલુકા તેમજ શહેરના આગેવાનો ગૌમાતા ની રેલીમાં જોડાવા માટે ઇડરના રામધૂન ચોક ખાતે પહોંચી ગયા હતા જ્યાં પોલીસે પણ બંદોબસ્ત ગોઠવી દીધો હતો આજે સવારે 10:00 કલાકે ઈડર શહેરમાંથી ગૌમાતાના સન્માન મળશે રેલી બજારમાં થઈ ઇડર પ્રાંત કચેરીએ પહોંચી હતી જ્યાં ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે આ રેલીમાં ઈડર શહેર તેમજ તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં ગૌભક્ત જોડાયા હતા. આજે ઈડરના વેપારી મંડળી પણ પોતાની દુકાનો બંધ રાખી ધંધા રોજગાર બંધ રાખી રેલીમાં જોડાયા હતા. આ રેલી થકી આજે ઇડર શહેરમાં એકતાના દર્શન થયા હતા. આ રેલીમાં આજે રેલીમાં આજે નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સદસ્યો પણ હાજર રહ્યા હતા ઈડરના વેપારી મંડળના આગેવાનો પણ આ રેલીમાં હાજર રહ્યા હતા ઇડર તાલુકાના સંતો પણ આ રેલીમાં હાજર રહ્યા હતા આ રેલી મેન બજારમાં થઈ ઇડર પ્રાંત કચેરી પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું

અહેવાલ જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!