ચોટીલા પ્રાંત અધિકારીએ બાયપાસ રોડની કામગીરીની સમીક્ષા 7 કિમી લાંબો સિક્સ લેન રોડ ટ્રાફિકની સમસ્યાનો અંત લાવશે

તા.08/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા બાયપાસ રોડની પ્રગતિની સમીક્ષા કરવા માટે આજે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચાણપાથી સાંગાણી સુધીના ૭ કિલોમીટરના રૂટની રૂબરૂ મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી ત્યારે આ પ્રોજેક્ટની મુખ્ય વિગતોમાં ચાણપા, નવાગામ, ચોટીલા, કુંભારા અને સાંગાણી એમ કુલ ૫ ગામોની ૨૯ હેક્ટર અને ૫૨ ગૂઠા જમીનનું સંપાદન પૂર્ણ કરી વળતર ચૂકવી દેવામાં આવ્યું છે ૬૦ મીટર પહોળાઈ ધરાવતા આ સિક્સ લેન રોડમાં ૧૩x૧૩ મીટરના મુખ્ય રોડ અને ૧૦x૧૦ મીટરના સર્વિસ રોડ બનાવવામાં આવશે. રોડમાં PMD (પોલીમર મિક્ષ ડામર)નો ઉપયોગ થશે જે ઉનાળામાં ઓગળશે નહીં અને શિયાળામાં સંકોચાશે નહીં જેથી રોડ લાંબો સમય ટકી રહેશે રોડ પર બે ફ્લાય ઓવર (નવાગામ અને થાનગઢ રોડ પાસે) બનશે જેનાથી ૧૨૦ કિમીની ઝડપે વાહનો સુરક્ષિત રીતે પસાર થઈ શકશે.



