ARAVALLIMODASA

શામળાજીના અંતરિયાળ વિસ્તારની કુંડોલ (કાગડા મહુડા )ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ધોરણ-10માં ઝળહળતું પરિણામ: સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજીના અંતરિયાળ વિસ્તારની કુંડોલ (કાગડા મહુડા )ઉત્તર બુનિયાદી વિદ્યાલયનું ધોરણ-10માં ઝળહળતું પરિણામ: સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ

અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકાના અંતરિયાળ અને પછાત ગણાતા વિસ્તારમાં આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, કુંડોલ (કાગડા મહુડા) એ શૈક્ષણિક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ-10 ના પરિણામમાં શાળાએ 92% જેટલું ઉત્કૃષ્ટ પરિણામ મેળવી સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.

શાળાના શૈક્ષણિક સ્તરની સાથે સંસ્થા સંચાલિત છાત્રાલયોનું પરિણામ પણ પ્રશંસનીય રહ્યું છે:વિવેકાનંદ કન્યા છાત્રાલય: આ છાત્રાલયની તમામ વિદ્યાર્થીનીઓએ સફળતા મેળવી 100% પરિણામ હાંસલ કર્યું છે.વિવેકાનંદ કુમાર છાત્રાલય: કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ પણ ઉમદા પ્રદર્શન કરી 96% જેટલું શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે.અંતરિયાળ વિસ્તારમાં સુવિધાઓના અભાવ વચ્ચે પણ વિદ્યાર્થીઓએ મેળવેલી આ સિદ્ધિને સંસ્થાના સંચાલક અને આચાર્ય એ બિરદાવી છે. આ ભવ્ય સફળતા બદલ:”શાળાના આચાર્ય કમલેશભાઈ પટેલ તેમજ સંચાલક સોનજીભાઈ બારીયા એ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકગણ, સમગ્ર સ્ટાફ પરિવાર અને વાલીશ્રીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના કરી છે.”આવનારા સમયમાં પણ આ શાળા શૈક્ષણિક ક્ષેત્રે નવા શિખરો સર કરે તેવી આશા સમગ્ર પંથકના લોકો વ્યક્ત કરી રહ્યા છે…

Back to top button
error: Content is protected !!