GUJARAT

વિશ્ર્વકક્ષાની સંસ્થાના સ્થાપના દિવસમા જ ભડકો

રેડક્રોસની જામનગર બ્રાંચમા તાપણા શેકવાની  મોસમ આવતા ચકચાર

દેશ-વિદેશમા ચાલતા એકસરખા “ચલણ” ધારકે શબ્દઘસુના સથવારે  લીધો ઉપાડો ( એક સુખદ યાત્રાના ઓરતા અધુરા રહ્યા તેમ ન સમજવુ)

 

જામનગર ( ભરત જી.ભોગાયતા)

જામનગરમા દુનીયાની જાણીતી સંસ્થાનુ એકમ છે આ એકમમા એક બગડેલી કેરી આખો કરંડીયો બગાડે તેમ એક પાકેલી કેરીની બાબતે ધુરંધર જેવી કહાનીઓ આકાર લઇ રહી છે અને સુત્રો કહે છે કે વીજળીના કરંટમા પોઝીટીવ નેગેટીવ ન્યુટ્રલ બધુ હોય……..જો કે આ વાત અહી લાગુ નથી પડતી………..બીજુ કે કુદરતે માનવ શરીર રચના કરી છે એ ખુબ સમજવા જેવુ છે તેમા અરસ પરસ આદાન પ્રદાન બાદમા ફલન થાય……પણ આ વાત પણઅહી કોઇ રીતે લાગુ નથી……..એક સંગાથ યાત્રાના ઓરતા અધુરા રહ્યા…..જો કે એ વાત  ને વિષયના પાત્રોને લગત પણ કોઇ વાત નથી……..તો છે શું……?? ટુકમા કહીએ તો નામનો મોહ છુટતો નથી…….લે બોલ…..સેવા કરવામાં નામનો મોહ પ્રસીધ્ધીનો મોહ એ બધુ લાગુ ન પડે , ભાઇઓ બહેનો…….!!

જામનગરમાં અનેક પ્રતીષ્ઠીત સંસ્થાઓના એકમ કાર્યરત છે વખતોવખત આમાથી કોઇકોઇને લગત ખાટીમીઠી બાબતો બહાર આવતી હોય છે તેમ  આ સેવા સંસ્થામાં નામ લખાવવાના મોહ છુટતા નથી તેવા લોકોએ સમગ્ર સંસ્થાને ડામાડોળ કર્યા છે પહેલાતો આ ચોક્કસ પાત્ર એ કોઇને વશમાં કરી વધુ ચલણમા હોય અને દરેક દેશમા એક સરખુ ચાલે તેને દેશ વિદેશોમા ક્યાય કરન્સી કન્વર્ટર પાસે જવય ન પડે અને યુગોથી આ ચલણ પાછળ યુદ્ધ થયેલા છે તેવી કરન્સીથી એક વ્યક્તીએ  હોદો મેળવ્યો દરમ્યાન આ પાત્રના કારનામાઓ અને તેમના પીઠબળ સમા કોક શબ્દઘસુના સથવારે દબાણ વધાર્યુ અને સંસ્થાને દાગ લાગે તેવુ કરવાના હજુય વધુ પ્રયાસ થતા જાગૃત થયેલા અને ચેતી ગયેલા એક ઉચ્ચ હોદેદારોએ જુદા જુદા રીપોર્ટમાં આ કજીયારા પાત્રના નામ લખવાનુ બંધ કર્યુ….ત્યાંતો મોહમાયાના અવતાર સમાન આ પાત્રએ ઉપાડો લીધો છે અને વોટસએપથી ગર્ભીત ધમકી સમકક્ષ હોય તેવા સંદેશાઓ વહેતા કર્યા  એક વયોવૃદ્ધ જે ચાલીસ વર્ષથી મુંગા મોઢે સેવા કરે છે તેમને આ બાબતે દુ:ખ વ્યક્ત કરતા ઉમેર્યુ છે કે  આ બળતરામાં ઘી હોમી પોતાને વધુ મલાઇ ખાવા કે ચાટવા મળે તે માટે એક આઉટડેટેડ   શબ્દઘસુએ પણ રસ દાખવ્યો અને કુદી પડ્યા…………એકંદર આ સંસ્થાની આંતરીક ચીનગારી અને આચાર-વિચારની બાબતો ગુજરાત સ્ટેટ યુનીટ સુધી પહોંચવામા હોવાનુ જાણવા મળ્યુ છે અને સેવા જ કરવી છે ને? તો નામનો મોહ શું કામ? તેમ અમુક વડીલો સમજાવે પણ છે (આમા કોઇએ બંધ બેસતી પાઘડી પહેરવી નહી….અને હા આ હજુ આગાઝ છે ટ્રેલર કહી શકાય….પીક્ચર અને રસપ્રદ દ્રશ્યો બાકી છે)

જો ભાઇ હાલી ન નીકળાય બધુ જ “ચોક્કસ ચલણ”થી ન મળે હો……એક અંગત વાત પણ આવરી લઇએ તો હમણા હમણા આ સેવાના ટેગ વાળી સંસ્થામાં આ પાત્ર અને ઉચ્ચ હોદેદાર વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડામાં તુ તુ મે મે નહતી થઇ પણ ત્યા સુધી મામલો ખેંચાયો હતો

___________________

આ વાત અહી પુરી થઇ….જે હોય તે આપણે શું?

 

હવે બીજી વાત આજે દુનીયાની ખૂબ જાણીતી અને પીડા ને રૂઝવવા કાર્યરત પ્રતિષ્ઠીત સંસ્થા નો સ્થાપના દિવસ છે

તારીખ ૮ મે વિશ્ર્વ  રેડક્રોસ  દિવસ

 

Back to top button
error: Content is protected !!