સંતરામપુર નગરમાં ઉનાળા ની શરુઆત થતા પીવાના પાણી ના ત્રાસ થી નગરજનો ત્રાહિમામ…

- સંતરામપુર નગરમાં ઉનાળા ની શરુઆત થતા પીવાના પાણી ના ત્રાસ થી નગરજનો ત્રાહિમામ…
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર નગરપાલિકાના બિન કાર્યક્રમ વહીવટને કારણે પીવાના પાણીને લઈને સંતરામપુર નગરની જનતા મહિમા પોકાર ઉઠી છે

પ્રાપ્ત થતી વિગતો અનુસાર હાલમાં 47 થી 48 ડિગ્રી તાપમાન ઉનાળાની કાળજાળ ગરમી અને સંતરામપુર નગરપાલિકાના બિન કાર્યક્ષમ વહિવટ ને કારણે સંતરામપુર નગરમાં પીવાનું પાણી રોજે રોજ મળવાની જગ્યાએ અનિયમિત અને ત્રણથી ચાર દિવસે માત્ર ને માત્ર એકવાર આપવામાં આવે છે સંતરામપુર નગરના જાહેર જનતા દ્વારા નગરપાલિકા પ્રમુખ વોટર વકર્સ ના ચેરમેન અને પાણી પુરવઠા વિભાગ સાચવતા ક્લાર્ક અને પાણી આપનાર લાઈન મેનો ને અવારનવાર મૌખિક જાણ કરવા છતાં પાણી અનિયમિત જ આપવામાં આવે છે જે એટલે અંશે વ્યાજબી ગણાય???!!!
અત્રે ખાસ ઉલ્લેખ નિયમ બાબત એ છે કે, સંતરામપુર નગરપાલિકા દવારા નગરમાં વોટરવકૅસ યોજના હેઠલ પાણી અપાય છે. પરંતું નગરજનોને પીવાનું પાણી ડેમમાંથી ઇન્ટેકવેલમાં થી આપવામાં આવતું પાણી અત્યારે કડાણા ડેમમાં થી બંધ કરવામાં આવતા સંતરામપુર માં પાણી છ દિવસ સુધી નગરજનોને મળવા પામેલ નથી નગરપાલિકા ના સભ્યો દ્વારા સંતરામપુરના ધારાસભ્યશ્રીને રજૂઆત કરીને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું છે કે ગાંધીનગર થી કડાણા ડેમના વહીવટ કરતા ઓ ને સંતરામપુર નગરને પાણી મળી રહે તે માટે વ્યવસ્થા કરવા માટેના આદેશો અપાયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
સંતરામપુર નગર ની જનતાને પીવાનું પાણી નિયમિત રોજેરોજ નહીં મલતું હોય ને પાણી અનિયમિત અપાતા નગરમાં પાણી નો ત્રાસ ઉભો થયેલ જોવા મળે છે.
દર ઉનાળા માં પાણી ની ખેંચ નગરમાં ઉભી થાય છે તેમ છતાં પીવાના પાણી ની કાયમી મુશ્કેલી નું નિરાકરણ આજદિન સુધી નગરપાલિકા કે વહીવટી તંત્ર કે સરકાર દ્વારા નહીં લવાતા સંતરામપુર ના નગરજનો પાણીનો કકળાટ ભોગવી રહેલ છે.
નગરજનોને સતત નિયમિત રીતે રોજેરોજ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાય તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.




