તમિલનાડુના સીએમ બન્યા એક્ટર વિજય, 9 ધારાસભ્યો પણ મંત્રી બન્યા

ટીવીકેના ચીફ સી. જોસેફ વિજય આજે તમિલનાડુના નવા મુખ્યમંત્રી બન્યા છે. વિજયે આજે સવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમણે બે વર્ષ પહેલા પાર્ટી બનાવી હતી. 59 વર્ષમાં પહેલીવાર તમિલનાડુમાં ડીએમકે-એઆઈએડીએમકે સિવાયની સરકાર બની છે. આજે વિજયે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેમની સાતે 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
વિજયની પાર્ટીએ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી છે. સાથી પક્ષોના સમર્થનથી વિજયને 120 ધારાસભ્યોનું સમર્થન છે. બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે. તેઓ તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયો છે. શપથ ગ્રહણ સમારોહમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ હાજરી આપી હતી.
અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ટીવીકેએ 108 બેઠકો જીતી. જ્યારે ડીએમકેએ 59 બેઠકો અને એડીએમકેએ 47 બેઠકો જીતી. દરમિયાન કોંગ્રેસના ખાતામાં પાંચ બેઠકો આવી છે.





