કાલોલ નગરમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા આયોજીત હીજામા કેમ્પમાં મોટીસંખ્યામાં દર્દીઓએ લાભ લીધો..

તારીખ ૧૧/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
શરીરમાંથી દૂષિત લોહી કાઢવાની પ્રાચીન સમયથી ચાલી આવતી સારવાર પદ્ધતિ છે. પદ્ધતિ “હીજામા કપિંગ થેરાપી” માટે કાલોલ નગરમાં મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા નુરાની ચોક સ્થિત મોટા મદ્દશા ખાતે વ્યાજબી ભાવે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ વ્યાજબી ભાવે હીજામા કરાવી આરોગ્ય લાભ મેળવ્યો હતો જ્યાં હીજામા એ એક વૈકલ્પિક સારવાર પદ્ધતિ છે જેમાં કપ દ્વારા શરીરના ચોક્કસ ભાગોમાંથી લોહી બહાર કાઢવામાં આવે છે. કમરનો દુખાવો, માઈગ્રેન, સાંધાનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર જેવી તકલીફોમાં લોકો હીજામા કરાવતા હોય છે.આયોજકોએ જણાવ્યું કે હીજામા એક સુન્નત પદ્ધતિ પણ છે અને આ કેમ્પમાં અનુભવી થેરાપિસ્ટ અરબ અઝીઝ (M.D. Cupping) દ્વારા સારવાર આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે મકસદે સલીમુલ્લાહ રિફાઇ ગ્રુપ દ્વારા સમાજ સેવાના અવારનવાર સારા કાર્યો કરવામાં આવે છે. આ પહેલા પણ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ, ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક મદદ, નાના બાળકો માટે ખત્ના કેમ્પ જેવા અનેક સમાજ માટે સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. મકસદે સમુલ્લાહ રીફાઇ ગ્રુપનો ઉદ્દેશ સમાજના જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનો છે. કેમ્પને સફળ બનાવવા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.








