
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – નવ માસથી ફરાર અપહરણના આરોપીને ભોગ બનનાર કિશોરી સાથે એસ.ઓ.જી. અરવલ્લીએ ઝડપી પાડ્યો
અરવલ્લી જિલ્લામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચલાવવામાં આવતી અભિયાનાત્મક કામગીરી હેઠળ એસ.ઓ.જી. અરવલ્લીને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ કરી છેલ્લા નવ માસથી નાસતો ફરતો આરોપી ભોગ બનનાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ અપહરણ સહિતના ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા સુચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખા અરવલ્લીના પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. ચૌધરીના નેતૃત્વમાં પો.સબ ઇન્સ્પેક્ટર એ.એચ. રાઠોડ તથા ટીમ દ્વારા પેટ્રોલિંગ અને બાતમી આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસ.ઓ.જી.ની ટીમ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે થાનગઢ પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નંબર ૧૧૨૧૧૫૦૨૫૦૫૬૩/૨૦૨૫ મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૩૭(૧), ૧૩૭(૨) અને ૮૭ હેઠળ વોન્ટેડ આરોપી નિશાંનભાઈ અરવિંદભાઈ પટેલ રહે. તાજપુરી, તા. હિમતનગર, જી. સાબરકાંઠા, મોડાસાના સહયોગ ચોકડી નજીક માલપુર રોડ પર આનંદપુરા કંપા પાસે ભોગ બનનાર કિશોરી સાથે હાજર છે.બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપી અને કિશોરીને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ આરોપી નિશાંનભાઈ અરવિંદભાઈ પટેલને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૩૫(૧)(બી) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી:
નિશાંનભાઈ અરવિંદભાઈ પટેલ
રહે. તાજપુરી, તા. હિમતનગર, જ





