KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના અડાદરા ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી પિતા પર જીવલેણ હુમલો: ત્રણ સામે ગુનો દાખલ.

 

તારીખ ૧૩/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના અડાદરા ગામે પ્રેમ લગ્નની અદાવતમાં એક વૃદ્ધ પિતા પર લાકડીના દંડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ અનુસાર અડાદરા ગામના ભુપેન્દ્રસિંહ જાદવે ગામની જ અંકીતાબેન સાથે ફેબ્રુઆરી ૨૦૨૬માં પ્રેમ લગ્ન કર્યા હતા, જે યુવતીના પરિવારને મંજૂર નહોતા. આ બાબતનો ખાર રાખી, ગત ૮ મે ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે જ્યારે ભુપેન્દ્રસિંહના પિતા કનકસિંહ જાદવ હાથી ચોક પાસેથી ગાયોને પાણી પીવડાવવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ તેમને રોક્યા હતા.આરોપીઓએ કનકસિંહને તેમના પુત્રના ઠેકાણા વિશે પૂછપરછ કરી ગાળાગાળી કરી હતી. જ્યારે પિતાએ અજાણતા દર્શાવી, ત્યારે આરોપી મંજુલાબેને તેમને પકડી રાખ્યા હતા અને અન્ય બે આરોપીઓ, પાર્થસિંહ અને ધર્મેન્દ્રસિંહ જાદવે લાકડીના દંડા વડે તેમના મોઢા, છાતી અને પગના ભાગે ગંભીર માર માર્યો હતો. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે પ્રથમ ગોધરા અને ત્યારબાદ વડોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેજલપુર પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ: BNS કલમ: 115(2), 352, 351(2), અને 54 હેઠળ જી.પી.એ. એક્ટ: કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં હેડ કોન્સ્ટેબલ તખતસિંહ ગલાભાઈ આ કેસની તપાસ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!