SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપા ખાતે મ્યુનિસિપલ કમિશનરનો વિદાય સમારોહ યોજાયો હતો

તા.14/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેની ભરૂચ કલેક્ટર તરીકે બદલી થતાં આજે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા ખાતે તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ કહ્યું કે “સુરેન્દ્રનગર ખૂબ જ સુંદર શહેર છે તેને વધુ સુંદર અને સ્વચ્છ બનાવવાની જવાબદારી આપણા સૌની છે” તેમણે વધુમાં જણાવ્યું કે ઝાલાવાડના પ્રમુખ શહેર તરીકે ઓળખાતા સુરેન્દ્રનગરમાં વિકાસના અનેક કાર્યો પ્રગતિમાં છે આ કાર્યો પૂર્ણ થતાં સુરેન્દ્રનગર એક અલગ અને વિકસિત શહેર તરીકે ઉભરી આવશે તેમણે તમામ કર્મચારીઓને વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા અને શહેરની ગરિમા તથા સંસ્કૃતિને જાળવી રાખવા અપીલ કરી હતી તેમણે મ્યુનિસિપલ કમિશનર તરીકેના પોતાના અનુભવો વહેંચતાં કર્મચારીઓને સતત કાર્યશીલ અને સમર્પિત રહેવાનું માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમ કુમાર મકવાણા, સીટી એન્જિનિયર કલ્પેશભાઈ ચૌહાણ, કે. જી. હેરમા, જનસંપર્ક અધિકારી સંજયસિંહ ચાવડા અને ટાઉન પ્લાનિંગ અધિકારી પ્રશાંત નિશારતાએ મ્યુનિસિપલ કમિશનર સાહેબ સાથેના svપોતાના અનુભવો અને મંતવ્યો વ્યક્ત કર્યા હતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સમગ્ર પરિવારે ડો. નવનાથ ગવ્હાણે સાહેબને સન્માનભેર વિદાય આપી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની તમામ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!