ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસા નજીક ગાજણ ગામે તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈના બે ભાઈઓના મોત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા નજીક ગાજણ ગામે તળાવમાં ડૂબી જતાં મામા-ફોઈના બે ભાઈઓના મોત

મોડાસા તાલુકાના ગાજણ ગામ નજીક આવેલા ગઢોલા તળાવમાં ન્હાવા પડેલા મામા-ફોઈના બે ભાઈઓના દુખદ મોત થતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.મળતી માહિતી મુજબ, ગરમીથી રાહત મેળવવા માટે બે યુવકો તળાવમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન ઊંડા પાણીમાં જતા બંને ડૂબી ગયા. ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો અને તરવૈયાઓ તાત્કાલિક તળાવ પર પહોંચ્યા અને ભારે પ્રયાસો બાદ બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા.

મૃતકોમાં સુનિલસિંહ બળવંતસિંહ મકવાણા અને શૈલેષસિંહ દીપસિંહ પરમારનો સમાવેશ થાય છે. સુનિલસિંહ લાલપુર (કીડી) ગામનો રહેવાસી હતો જ્યારે શૈલેષસિંહ ગાજણ ગામનો હોવાનું સામે આવ્યું છે.બનાવની જાણ ગામના સરપંચ દ્વારા થતા મોડાસા રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગ્રામજનો દ્વારા બહાર કાઢવામાં આવેલી બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ ગોજારી ઘટનાથી પરિવારજનોમાં આક્રંદ છવાયો છે અને ગામમાં શોકમય માહોલ સર્જાયો છે.

Back to top button
error: Content is protected !!