મિલિંદ બાપનાએ અરવલ્લી જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યો કલેકટર કચેરી મોડાસા ખાતે કલેકટરનુ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યુ

કિરીટ પટેલ બાયડ
મિલિન્દ બાપનાએ અરવલ્લી-મોડાસા જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યો*
શ્રી મિલિન્દ બાપનાએ અરવલ્લી-મોડાસા જિલ્લા કલેક્ટર તરીકે આજે પદભાર સંભાળી લીધો છે.આ પૂર્વે તેઓ અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ, સચિવાલય, ગાંધીનગરમાં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તેમણે દાહોદ તેમજ આણંદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) તરીકે પણ જવાબદારીઓ સંભાળી છે. ત્યારબાદ કરમસદ-આણંદ મહાનગરપાલિકાના નિર્માણ બાદ તેઓ તેના પ્રથમ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
શ્રી મિલિન્દ બાપના મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની છે. તેમણે કોમર્સ વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને બેંગ્લોરથી બિઝનેસ લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેળવ્યું છે. વર્ષ ૨૦૧૭માં યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેઓ ભારતીય પ્રશાસનિક સેવા (IAS)માં જોડાયા હતા.
શ્રી મિલિન્દ બાપનાએ વિવિધ જિલ્લાઓ અને વિભાગોમાં વ્યાપક અનુભવને ધ્યાનમાં લેતા, તેમના નિમણૂકથી અરવલ્લી જિલ્લાના વહીવટી તંત્રને વધુ મજબૂતી મળશે.




