સંતરામપુરના અમુક વિસ્તારો માં અવારનવાર વીજલી જતાં લોકો માં MGVCL સામે ભારે રોષ, કાયમી ઉકેલની માંગ..

સંતરામપુરના અમુક વિસ્તારો માં અવારનવાર વિજળી જતાં લોકો માં MGVCL સામે ભારે રોષ, કાયમી ઉકેલની માંગ..
રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર નગરના અમુક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજળી જતી રહેવાની સમસ્યાને કારણે નગરજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.ને સતત ગરમી મા વીજલી ગુલ નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.નગરમાં મચ્છી બજાર અને પટેલ ફળિયા તેમજ વાડી વિસ્તાર ને, વણકર વાસ વિસ્તારમાં સતત લાઈટો ડીમ-ફૂલ થવી, વોલ્ટેજમાં વધઘટ થવી તેમજ અવરનવર વીજ પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સંતરામપુર ના નગરજનોના જણાવ્યા મુજબ આ સમસ્યાને લઈને અનેક વખત સંતરામપુર MGVCL કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે લોકોમાં અસંતોષની લાગણી દિવસેને દિવસે વધી રહી છે.
સંતરામપુર નગરના મચ્છી બજાર અને પટેલ ફળિયા ના સ્થાનિક રહેવાસી ઓના જણાવ્યામુજબ અચાનક વોલ્ટેજ વધઘટ થવાને કારણે ઘરમાં વપરાતા ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાન પહોંચવાનો ભય સતત રહે છે. સાથે જ ગરમીના સમયમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે.
સંતરામપુર ના નગરજનો દ્વારા હવે સંતરામપુર MGVCL તંત્ર સમક્ષ ભારે તત્કાલ માંગ ઉઠાવવામાં આવી છે કે વારંવાર સર્જાતી આ સમસ્યાનું તાત્કાલિક અને કાયમી નિરાકરણ લાવવામાં આવે જેથી લોકોને હાલાકીમાંથી રાહત મળી શકે.