
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – અરવલ્લીમાં આકરી ગરમી વચ્ચે બાળકોનો અનોખો કીમિયો, ટ્રેક્ટર ટ્રોલીમાં બનાવ્યો ઘરઆંગણે વોટરપાર્ક
અરવલ્લી જિલ્લો જિલ્લામાં ઉનાળાની ગરમી દિવસેને દિવસે આકરી બનતી જઈ રહી છે. બપોરના સમયે તાપમાનમાં વધારો થતાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો અને વડીલો ગરમીથી રાહત મેળવવા વિવિધ ઉપાયો અજમાવી રહ્યા છે

મેઘરજ તાલુકાના નવાગામ ગામે નાના બાળકોએ ગરમીથી બચવા અનોખી રીત અપનાવી છે. ગામના બાળકો ટ્રેક્ટરની ટ્રોલીમાં પાણી ભરી તેને નાનકડા વોટરપાર્કમાં ફેરવી દીધું છે. ઘરે નજીક જ પાણીથી ભરેલી ટ્રોલીમાં કૂદી-કૂદી બાળકો ઠંડક સાથે મોજમસ્તી કરી રહ્યા છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં પાણી ભરાવી બાળકો ડૂબકીઓ લગાવી રહ્યા છે, જે દ્રશ્યો આસપાસના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે નવાગામના બાળકોનો આ જુદો જ જુસ્સો જોવા મળ્યો છે. ગરમીથી રાહત મેળવવા સાથે બાળકો નિર્દોષ આનંદ માણી રહ્યા છે. ગામમાં આ દ્રશ્ય જોઈ લોકો પણ બાળપણની યાદોમાં ખોવાઈ ગયા હતા.





