ઈંધણની તંગી વચ્ચે વેજલપુર ત્રસ્ત: પેટ્રોલ પંપો પર ‘નથી’ના બેનરો, ગરમીમાં વાહનચાલકો હેરાન પરેશાન.

તારીખ ૧૭/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય ના ડેપ્યુટી સી એમ હર્ષ સંઘવી પ્રેસ ના માધ્યમ થી લોકોને બે હાથ જોડી અપીલ કરી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલ ને લઈ સોશિયલ મીડિયા માં વોટ્સએપ ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે પેટ્રોલ ડીઝલ નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કોઈએ અફવાઓ ઉપર ધ્યાન આપવું નહિ આવનાર સમયમાં સોશિયલ મીડિયામાં ખોટી અફવાઓ ફેલાવનાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે કોઈપણ નાગરિકો એ ચિંતા કરવી નહીં દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી તેમજ તમામ મંત્રાલય દર બે દિવસે રીવ્યુ લઈ રહ્યા છે દરેક પેટ્રોલ પંપો ઉપર પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરવા આપડી પાસે વ્યવસ્થા છે તેવું જણાવી રહ્યા છે બીજી તરફ આજ રોજ કાલોલ તાલુકાના વેજલપુર ગામના પેટ્રોલ પંપો ઉપર સવાર થી સ્ટોક ની અછત હોવાથી પેટ્રોલ પંપો ના સંચાલકો દ્વારા પેટ્રોલ પંપ ની બહાર બેરીકેટ કરી પેટ્રોલ ડીઝલ નથી ના બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા જેના કારણે વાહન ચાલકો વેજલપુર થી બે કિલોમીટર દૂર આવેલા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ નખાવવા માટે કાળઝાળ ગરમીમાં લાઇન લાગી હતી જેથી ગુજરાત સરકાર ના મોટા મોટા નેતાઓ ભાષણો માં પૂરતા પ્રમાણમાં સ્ટોક હોવાની માત્ર ખોટી વાતો કરે છે તે આ વેજલપુર પેટ્રોલ પંપ ઉપર લાગેલા બોર્ડ થી સાબીત થાય છે કે ગુજરાત સરકાર પાસે કેટલો સ્ટોક છે જેના કારણે પ્રજા કાળઝાળ ગરમીમાં પેટ્રોલ ડીઝલ માટે વલખા મારી રહી છે.







