ARAVALLIBHILODAMODASA

ભિલોડા નજીક હીરો સ્પ્લેન્ડર ચાલકે હોન્ડા એક્ટિવાને મારી ટક્કર એક વૃદ્ધનું કરૂણ મોત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા નજીક હીરો સ્પ્લેન્ડર ચાલકે હોન્ડા એક્ટિવાને મારી ટક્કર એક વૃદ્ધનું કરૂણ મોત

ભિલોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા વજાપુર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો.પૂરપાટ ઝડપે અને બેફામ રીતે રોંગ સાઈડમાં આવી રહેલા એક હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલના ચાલકે સામેથી આવી રહેલી હોન્ડા એક્ટિવાને જોરદાર ટક્કર મારતા, એક્ટિવા પર સવાર એક વૃદ્ધનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું છે.

પોલીસ સુત્રો ધ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બપોરે વજાપુર ગામે ટાકાટુકા થી વિજયનગર તરફ જતા રોડ પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અજીતકુમાર સોમાભાઈ ગામેતી (રહે. બાલેટા, તા. વિજયનગર)ના યુવકે આ અકસ્માત સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.હીરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ (નંબર. GJ-09-EA-5861) ના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં હંકારતા સામેથી આવી રહેલી હોન્ડા એક્ટિવા (નંબર. GJ-01-XB-0436) ને ટક્કર મારી હતી.વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.અકસ્માત દરમિયાન એક્ટિવા પર સવાર ભુરજીભાઈ સળુજી ગામેતી (ઉંમર વર્ષ – ૬૩, હાલ રહે. બી-૧૧, કર્મદર્શક, વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન સામે, વેજલપુર, અમદાવાદ, મૂળ રહે. બાલેટા, તા. વિજયનગર, જી. સાબરકાંઠા) ને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી સાક્ષી તરીકે અશોકભાઈ સુરજીભાઈ ગામેતી પણ સ્થળ પર હાજર હતા.અકસ્માત અંગે ભિલોડા પોલીસે અજીતકુમાર ગામેતીની ફરિયાદના આધારે સ્પ્લેન્ડર બાઈકના અજાણ્યા ચાલક વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) – ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૦૬(૧) મોટર વાહન અધિનિયમ અનુસાર એમ.વી.એકટ કલમ-૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ. એ અજાણ્યા બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.અકસ્માત સંદર્ભે વધુ તપાસ પોલીસ સ્ટેશનના (P.S.I) ડી.એસ.બારીયા ચલાવી રહ્યા છે.પોલીસે પલાયન બાઈક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!