KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કોર્ટના સિનિયર સીવિલ જજ ની બદલી થતા બાર એસોસિએશન દ્વારા ભવ્ય વિદાય આપી.

તારીખ ૧૮/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કોર્ટના સિનિયર સીવિલ જજ અને એડી ચીફ જયુ મેજિસ્ટ્રેટ એસ એસ પટેલ ની બદલી થતા તેઓને બાર એસોસિએશન તેમજ સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય અપાઈ વિદાય લઈ રહેલા પટેલ સાહેબને પુષ્પ ગુચ્છ તેમજ સ્મૃતિ ભેટ આપી શુભેરછાઓ પાઠવવામાં આવી તેમજ તેઓને ફૂલડે વધાવી વિદાય આપી.બાર એસોસિએશન ના પ્રમુખ હિરેનભાઈ ગોહિલ અને રાજેન્દ્રસિંહ રાઠોડ, કાંતિભાઈ સોલંકી, રીન્કેશ શેઠ, દિવ્યરાજ પરમાર, કલ્પેશ સોલંકી, સુરેશભાઈ મકવાણા, તેમજ એસ એસ શેઠ, એન પી પટેલ, એસ એસ વણકર,આર એચ વણકર, એન વી પટેલ, બી જે જાદવ, આર એસ પલ્લીવાર ,પી પી સોલંકી, મનોજ વણકર, પુષ્પાબેન પટેલ,મનોજ કંસારા, કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.








