IDARSABARKANTHA

ઈડર પાલિકામાં નિયુક્ત થયેલ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સાથે તમામ કોર્પોરેટરો પહોંચ્યા ધારાસભ્ય નિવાસસ્થાને

ઈડર પાલિકામાં નિયુક્ત થયેલ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સાથે તમામ કોર્પોરેટરો પહોંચ્યા ધારાસભ્ય નિવાસસ્થાને

ઈડર નગરપાલિકામાં આજે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષને વર્ણી કરવામાં આવી પ્રમુખ તરીકે અનસુયાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ પરમાર અને કારોબારી અધ્યક્ષ તરીકે જીનલભાઈ સગરની વર્ણી કરવામાં આવી તમામ હોદ્દેદારો આજે ચૂંટાયેલા તમામ સદસ્યો સાથે ચમત્કારી હનુમાનજીના દર્શન કરી ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા ના નિવાસ્થાને પહોંચ્યા હતા જ ધારાસભ્ય રમણલાલ વોરાએ તમામ સદસ્યો તેમ જ પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમને તાકીદ કરી હતી કે હવે એવું કામ કરી બતાવો કે આવનારા સમયમાં ફરીથી જ્યારે ઇલેક્શન આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વગર પ્રચારે જીતી જાય આજે ધારાસભ્યના નિવાસ્થાને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પહોંચ્યા હતા જ્યાં તમામને ધારાસભ્ય દ્વારા આમંત્રિત કરાયા હતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પણ ખાતરી આપી હતી કે નિષ્ઠાપૂર્વક કામ કરશે

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!