
પાલીતાણા તાલુકામાં શ્રી શત્રુંજય યુવક મંડળ દ્વારા ૩ દિવસીય યુવા સંસ્કરણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું. આ શિબિર અંતર્ગત ૨૫૦થી વધારે બાળકોના જીવન પવિત્ર થાય એવા પ્રવચનો, રમત-ગમત અને પ્રેરણાદાયક આયોજન કરવામાં આવ્યું લ હતું. શિબિરનું મુખ્ય સૂત્ર “રમ્મત સાથે ગમ્મત, ગમ્મત સાથે શિખવાનું, જીવન કેવી રીતે જીવવાનું” હતું. સમગ્ર કાર્યક્રમમાં DYSP મિહિર બારૈયા સાહેબ, મામલતદાર શ્રી ડોડીયા સાહેબ, અનેક શિક્ષક મિત્રો, અનેક ગામના સરપંચ શ્રીઓ પધાર્યા હતા. અત્રે નોંધનીય છે કે બધા વિદ્યાર્થીઓ પાસે સંકલ્પ લેવડાવ્યો હતો કે,
“હું દાદા આદિનાથ ભગવાનની સાક્ષીએ સંકલ્પ લઉં છું કે, હું મારા માતા-પિતા, વડીલો તેમજ શિક્ષકો નું સદા આદર કરીશ.
હું પ્રમાણિકતા અને સત્યના સિદ્ધાંતો સાથે મારા ગામ – દેશનું નામ રોશન કરીશ.
હું મારું ગામ અને શાળા સ્વચ્છ રાખીશ.
હું મૈત્રી, પ્રેમ, કરુણા, વાત્સલ્ય જેવા ગુણો મારા જીવનમાં ઉતારીશ.”
આ શિબિરના અંતીમ પડાવમાં બાળકોને કંઈક અનેકવિધ ગિફ્ટો પણ આપવામાં આવી હતી.
જીશાન ખૂંટ








