લાખણી મેડીકલ એસોસિએશન દ્વારા લાખણી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

નારણ ગોહિલ લાખણી 
કોરોના સમય દરમિયાન થી સરકાર દ્વારા ઓનલાઇન દવાઓની ખરીદી ને મંજૂરી આપવામાં આવેલ છે અને તેના ડોક્ટરના prescription વગર પણ શિડ્યુલ એચ જેવી દવાઓનું વેચાણ ઓનલાઇન ઘરે બેઠો થઈ રહેલ છે જે સદંતર કાયદાથી વિરુદ્ધ છે એક બાજુ સરકાર નાના વેપારીઓને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગરનું વેચાણ ન કરવા માટે દબાણ કરે છે તેમજ એનઆરએક્સ જેવી દવાઓ મેડિકલ સ્ટોર પર વેચાણ થાય તો તેઓના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ માં નાર્કોટિક્સ જેવા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવે છે જ્યારે તે જ એન આર એક્સ દવાઓ મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા ઓનલાઇન ગ્રાહકોને ઘરે બેઠા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ આપી દેવામાં આવે છે
તેમજ મોટી કોર્પોરેટ કંપનીઓ ને મોટા કમિશનનો પણ આપવામાં આવે છે જેથી નાના વેપારીઓને નુકસાન થાય છે મોટી કંપનીઓ ઓનલાઇન વેપારમાં ડુબલીકેટ દવાઓનું વેચાણ પણ કરે છે જેનાથી દર્દીઓને પણ સારી ગુણવત્તાવાળી દવાની જગ્યાએ ડુબલીકેટ દવાઓ મળે છે અને દર્દીઓ છેતરાય છે જેની સામે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઇન દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવા ની માંગણી કરેલ હતી પરંતુ સરકાર દ્વારા તે માંગણી ન સંતોષાતા આજ રોજ તારીખ 20 મે 2026 ના ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસીએશન દ્વારા તમામ દવાની દુકાનો બંધ રાખવા નું નક્કી કરેલ જે અનુસંધાને લાખણી કેમિસ્ટ એસોસિએશન દ્વારા પણ અદંતર સજ્જડ બંધ રાખી પ્રમુખ શ્રી શ્રવણભાઈ દવે અને તમામ કેમેસ્ટ મિત્રો સાથે મળી સરકાર આવા કાયદાઓ ને બદલી ઓનલાઈન દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દર્દીઓને ડુબલીકેટ દવાઓથી બચાવે તેવી માંગ સાથે લાખણી મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું



