ગરમી સામે માનવતા: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કાલોલ બજારમાં પાણીની પરબનો શુભારંભ.

તારીખ ૨૦/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાસે રેડ ક્રોસ સોસાયટી કાલોલ દ્વારા ફ્રી પાણી ની પરબ દીપ પ્રાગટ્ય કરી ને ખુલ્લી મૂકવા માં આવી. જેમાં ઉનાળા ના 44 ડિગ્રી તાપ માં ગ્રામ્ય વિસ્તારોમાં થી અને શહેરમાં થી આવતા લોકો ને ઠંડુ પાણી મળી રહે અને લોકો ને રાહત થાય તે માટે જનસેવા નું કાર્ય દર વર્ષે રેડ ક્રોસ સોસાયટી કાલોલ કરતી હોય છે. આ પ્રસંગે ચેરમેન સતીષ શાહ, વાઇસ ચેરમેન ડૉ યોગેશ પંડ્યા, સેક્રેટરી ડૉ પ્રકાશ ઠક્કર, ડૉ કિરણ પરમાર, આર બી વરિયા અને પત્રકાર વિરેન્દ્રભાઇ મહેતા ની સાથે કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ પારેખ,ઉપાધ્યક્ષ ભરતભાઇ વરિયા, નરેશભાઈ શાહ, ડૉ મનસૂરી, ભાજપ લઘુમતિ મોરચાના ઇકબાલ દિવાન,કાલોલ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ જય રાણા અને શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી મિત કાછિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








