DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધ્રાંગધ્રામાં વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્ષના 90 લાખની છેતરપિંડીમાં પાંચ માસથી ફરાર મુખ્ય આરોપી પોલીસના જાળમાં, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

તા.20/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલ વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્ષના દુકાનદારો સાથે આશરે રૂ.90 લાખથી વધુની આર્થિક છેતરપિંડી અને વિશ્વાસ ઘાતના ચકચારી બનાવમાં પોલીસે મોટી સફળતા મેળવી છે છેલ્લા પાંચ માસથી ફરાર રહેલો મુખ્ય આરોપી ભરત રણછોડભાઈ મેવાડા રહે, સોલડી વાળાને ધ્રાંગધ્રા પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી હવે સમગ્ર કૌભાંડના અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ, 26 જાન્યુઆરીના રોજ ભોગ બનનાર સલમાબેન જાહીરભાઈ માયક દ્વારા ધ્રાંગધ્રા પોલીસ મથકે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ઠગાઈ વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદમાં આરોપીઓએ દુકાનદારોનો વિશ્વાસ જીતી કરોડોની લેવડદેવડ વચ્ચે લાખો રૂપિયાની છેતરપિંડી આચર્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાતો ભરત મેવાડા ગુનો નોંધાયા બાદથી સતત પોલીસથી બચતો ફરતો હતો પોલીસ દ્વારા અનેક સ્થળોએ ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારો અને ગુપ્ત તપાસના આધારે આખરે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે આરોપીની ધરપકડ બાદ હવે પોલીસે તે છેલ્લા પાંચ માસ દરમિયાન ક્યાં- ક્યાં છુપાયો હતો કોના સંપર્કમાં હતો તેમજ અન્ય કેટલા લોકો સાથે આવી પ્રકારની છેતરપિંડી આચરી છે તેની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે તપાસની કામગીરી પીએસઆઈ એ. એમ. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ આર્થિક લેવડદેવડ, સહ આરોપીઓની ભૂમિકા અને છેતરપિંડીના નવા ભોગ બનનારાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી શકે છે આ બનાવે સમગ્ર ધ્રાંગધ્રા શહેરમાં ભારે ચર્ચા જગાવી છે લોકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે કરોડોની વિશ્વાસઘાત અને નિર્દોષ વેપારીઓને આર્થિક નુકસાન પહોંચાડનાર આવા આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવી છેતરપિંડી કરતા પહેલા સો વખત વિચારે.વેપારીઓમાં હાલ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અનેક વેપારીઓએ પોલીસની કામગીરીને બિરદાવી આરોપીઓને કડક સજા થાય તેવી માંગ ઉઠાવી છે.

Back to top button
error: Content is protected !!