જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી

તા.20/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જોરાવરનગર પોલીસ સ્ટેશનના એએસપી કરણકુમાર પન્ના અને તેમની ટીમે ત્રણ દિવસીય સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ યોજીને કાયદાનો ભંગ કરતા શખ્સો સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરી છે આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકના નિયમો નેવે મૂકનારા વાહન ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો રાજકોટ રેન્જના પોલીસ મહાનિરિક્ષક જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જોરાવરનગર પોલીસ સ્ટેશનના એએસપી કરણકુમાર પન્ના તથા તેમના પોલીસ સ્ટાફ દ્વારા યોજાયેલી આ ત્રણ દિવસીય સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન મુખ્યત્વે વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવવી, રજિસ્ટ્રેશન વગરના વાહનો ચલાવવા તેમજ નંબર પ્લેટમાં છેડછાડ કરનારા વાહન ચાલકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા કુલ દંડાયેલા વાહન ચાલક 117 કુલ વસૂલવામાં આવેલો દંડ 35,700, ડિટેઇન કરાયેલા વાહનોની સંખ્યા 11, કાચ પર બ્લેક ફિલ્મ લગાવવી 22 વાહન 11, 000 નંબર પ્લેટ વગરના છેડછાડ વાળા વાહનો 12 વાહનો 3,600 દંડ કરવામાં આવ્યો હતો.



